તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
લંડનમાં બે ટ્રેનો વચ્ચે ટક્કરઃ ડ્રાઈવરનું મોતઃ ૮૦થી વધુને ઈજા.
બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા મોટી દુર્ઘટના જાહેરઃ રાહત-બચાવ કામગીરી શરૂ

લંડન, તા.૨૦: બ્રિટનની રાજધાની લંડનની ઉત્તરે આવેલા બેડફોર્ડ નજીક એક અત્યંત દર્દનાક અને ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. દક્ષિણ દિશા તરફ લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન જઈ રહેલી બે ટ્રેનો સાંજના આશરે ૫:૧૫ વાગ્યે બેડફોર્ડ શહેરની બહાર અચાનક એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ચીસાચીસ અને ભારે અફડાતફડી મચી ગઈ હતી. આ ભીષણ ટક્કરમાં એક ટ્રેન ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. નેશનલ યુનિયન ઓફ રેલ, મેરીટાઇમ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ના જનરલ સેક્રેટરી એડી ડેમ્પ્સીએ ભારે હૃદયે જણાવ્યું હતું કે મળતક વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ટ્રેનનો જ ડ્રાઇવર હતો.
આ અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજ સાક્ષીઓ અને મુસાફરોના નિવેદનો પરથી લગાવી શકાય છે. ટ્રેનમાં સવાર પીટર નેપે નામના એક મુસાફરે આપવીતી સંભળાવતા જણાવ્યું કે, હું ટ્રેનના પાછળના ભાગમાં હતો ત્યારે કોઈપણ પ્રકારની ચેતવણી વિના અચાનક જોરદાર ટક્કર થઈ. એક ક્ષણ માટે તો હું સીધો આગળની સીટ પર જઈને પટકાયો અને ચારેય તરફ ધુમાડો ફેલાઈ ગયો. ચારેબાજુ લોકો ચીસો પાડી રહ્યા હતા અને રડતા હતા. લોકો ભારે ગભરાટ અને આઘાતમાં હતા. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે ઘણા મુસાફરો અવાચક થઈ ગયા હતા અને તેમના પગ ભાંગી ગયા હતા. હું ઘણો પાતળો હોવાથી સદનસીબે દરવાજા વચ્ચેની જગ્યામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
અહેવાલ અનુસાર, અન્ય એક મુસાફરે જણાવ્યું કે ટક્કર એટલી પ્રચંડ હતી કે ઝટકા સાથે તે આગળ ફેંકાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે પોતાની આસપાસના સાથી મુસાફરોને તૂટેલા હાડકાં અને લોહીથી લથપથ ઘા સાથે કણસતા જોયા હતા.
બીજી તરફ, રેલ્વે કામદારોનું પ્રતિનિધિત્વ કરતા ય્પ્વ્ યુનિયને આ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી હોવાનું જણાવ્યું છે અને સ્ટાફ તેમજ મુસાફરોને થયેલી ગંભીર ઇજાઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. આ ભયાનક અકસ્માતને પગલે ઈસ્ટ મિડલેન્ડ્સ રેલ્વેએ સેન્ટ પેનક્રાસ તરફ આવતી અને જતી તમામ ટ્રેનોને તાત્કાલિક ધોરણે રદ કરી દીધી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. રેલ્વે તંત્ર દ્વારા શનિવારના સમયપત્રક અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર પાડવામાં આવી નથી. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
