<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

મધ્યપ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરાના પ્રવાસીઓની બસ પર ટોળાનો પથ્થરમારો:બે લોકોને ઇજા

શ્રદ્ધાળુઓ ઉજ્જૈન અને કાશીની યાત્રા પૂર્ણ કરી પરત ફરતા હતા:ખાનગી બસ અને અન્ય વાહનોના કાચ તૂટવા સહિત નુકસાન

 મધ્યપ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પ્રવાસીઓની બસ પર 20 થી 25 લોકોના અજાણ્યા ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ડ્રાઈવર સહિત 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ ઉજ્જૈન અને કાશીની યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા, જેના પરિણામે ખાનગી બસ અને અન્ય વાહનોના કાચ તૂટવા સહિત નોંધપાત્ર નુકસાન થયું છે. ભોગ બનનાર પ્રવાસીઓએ સ્થાનિક પોલીસની કથિત નિષ્ક્રિયતા, તબીબી સહાયમાં વિલંબ અને હાઈવે પર સુરક્ષાના અભાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.

(1:03 PM IST)