તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
માનવતાનું ઉત્તમ ઉદાહરણ: આસામના પૂરપીડિતો માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની મોટી જાહેરાત, રાહત સામગ્રી પરનો સમગ્ર કાર્ગો ચાર્જ માફ!
દિલ્હી, બેંગલુરુ અને કોલકાતાથી ગુવાહાટી ફ્રીમાં પહોંચાડાશે દવાઓ અને ખોરાક! એનજીઓ માટે હેલ્પલાઇન અને ઈમેઈલ આઈડી જાહેર

ગુવાહાટી : આસામમાં કુદરતી હોનારત અને પૂરના ભારે પ્રકોપ વચ્ચે પીડિતો માટે એર ઈન્ડિયા એક્સપ્રેસે (Air India Express) એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી નિર્ણય લીધો છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે એરલાઈને આસામ મોકલવામાં આવતી તમામ પ્રકારની રાહત સામગ્રી (Relief Goods) પરનો કાર્ગો ચાર્જ સંપૂર્ણપણે માફ કરી દીધો છે.
એનજીઓ અને રાહત એજન્સીઓને સીધો ફાયદો
એર ઈન્ડિયા એક્સપ્રેસના આ નિર્ણયથી નોંધાયેલી બિન-સરકારી સંસ્થાઓ (NGOs) અને માન્ય રાહત એજન્સીઓ દિલ્હી, બેંગલુરુ અને કોલકાતાથી કોઈ પણ વધારાના ટ્રાન્સપોર્ટ ચાર્જ વગર ગુવાહાટી સુધી આવશ્યક વસ્તુઓ પહોંચાડી શકશે.
આ મફત કાર્ગો સેવા હેઠળ સુકો નાસ્તો, પીવાનું પાણી, આવશ્યક દવાઓ, સ્વચ્છતા કીટ (Sanitation Kits), કપડાં, ધાબળા, તાડપત્રી (Tarpaulins) અને અન્ય જીવનજરૂરી સામગ્રી મોકલી શકાશે. જોકે, આ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસના સલામતી અને ચેકિંગના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
દરરોજ ૧૧ ફ્લાઈટ્સ દ્વારા સેવા ઉપલબ્ધ
પૂરપીડિતો સુધી સામગ્રી ઝડપથી પહોંચે તે માટે એરલાઈને પોતાનું મોટું નેટવર્ક કામે લગાડ્યું છે. હાલમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ:
· દિલ્હીથી ગુવાહાટી: રોજની ૬ ફ્લાઈટ્સ
· બેંગલુરુથી ગુવાહાટી: રોજની ૩ ફ્લાઈટ્સ
· કોલકાતાથી ગુવાહાટી: રોજની ૨ ફ્લાઈટ્સ
એમ કૂલ મળીને દરરોજ ૧૧ ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહી છે, જેથી રાહત સામગ્રી મોકલવા માટે બહુવિધ વિકલ્પો મળશે.
સંપર્ક કઈ રીતે કરવો?
જે રજિસ્ટર્ડ NGO અથવા રાહત સંસ્થાઓ આસામમાં મદદ મોકલવા માંગતી હોય, તેઓ એરલાઈનનો સીધો સંપર્ક કરી શકે છે:
· ઈમેઈલ: [email protected]
· ફોન નંબર: +91 7982118680
સંસ્થાએ પોતાની વિગતો અને કાર્ગોના વજન/સામગ્રીની માહિતી આપવાની રહેશે. ત્યારબાદ એરલાઈનની વિશેષ કાર્ગો ટીમ પેકેજિંગ, ડોક્યુમેન્ટેશન અને ફ્લાઈટ સ્લોટ ફાળવવામાં સંપૂર્ણ મદદ કરશે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
