તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
IT એન્જિનિયર બનેલી કન્યાએ નોકરી છોડીને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું
ᅠᅠમહિને આરામથી ૬૦,૦૦૦ રૂપિયા કમાઈ લે છે

નવી દિલ્હી,તા.૨: એક યુવતીએ ઇન્ફર્મેશન ટેક્રોલોજી (IT) સેક્ટરમાં સફળ નોકરી છોડીને ઑટો ચલાવવાનું શરૂ કર્યું છે. તેનું કહેવું છે કે આ કામથી તે ખૂબ ખુશ છે અને સુકૂન મહેસૂસ કરે છે. એન્જિનિયર ઑટોવાલીની સ્ટોરી નેઝરીન નામની એક મહિલાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. તેણે લખ્યું હતું કે આજે તેને એક મહિલા ઑટોડ્રાઇવર મળી. તેણે ૯ વર્ષ IT ક્ષેત્રે નોકરી કરી હતી. જોકે આ ક્ષેત્રમાં સ્ટ્રેસ અને કામનું દબાણ એટલું હતું કે તેની અંગત જિદગી પર અસર પડી રહી હતી. આખરે તેણે નક્કી કરી લીધું કે મોટી સેલેરી જરૂરી છે કે માનસિક શાંતિ? તેણે નોકરી છોડીને માનસિક શાંતિ પસંદ કરી લીધી. હવે તે પોતાની મરજી મુજબના કલાકો ઑટો ચલાવે છે અને મહિને આરામથી ૬૦,૦૦૦ રૂપિયા કમાઈ લે છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
