News of Sunday, 6th September 2026
યુપીના મુઝફરનગર જિલ્લામાં જન્માષ્ટમીની રાત્રે રાધા બની મંદિરે જતી ચૌદ વર્ષની સગીરાનું ત્રણ યુવાનોએ અપહરણ કર્યું, ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો
આરોપીના ઘરમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપઃ મુખ્ય આરોપી સમીરની ધરપકડ, વલીન અને સલમાનને પકડવા પોલીસની શોધખોળ તેજ

મુઝફ્ફરનગર, તા. ૬ : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના છપાર પોલીસ મથક વિસ્તારમાં જન્માષ્ટમીની રાત્રે ચૌદ વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ પ્રમાણે સગીરા રાધાનો વેશ ધારણ કરીને મંદિરે પ્રસાદ ચઢાવવા જઈ રહી હતી ત્યારે ગામના સમીર, વલીન અને સલમાને રસ્તામાંથી તેને બળજબરીપૂર્વક ઉપાડી લીધી હતી.
ત્રણેય સગીરાને સમીરના ઘરે લઈ ગયા હતા. ત્યાં એક ઓરડામાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પરિવારનો આરોપ છે. ઘણો સમય વીતવા છતાં સગીરા ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તે સમીરના ઘરે ગભરાયેલી અને અસ્વસ્થ હાલતમાં મળી આવી હતી. પરિવાર તેને પોલીસ મથકે લઈ ગયો અને લેખિત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી સમીરની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને કારણે ગામમાં તંગદિલી સર્જાતાં પોલીસ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
