તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
હિમાચલ પ્રદેશના મંડીમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક વિદેશી પ્રવાસીને અકસ્માત નડ્યો
રશિયાનો એક પેરાગ્લાઈડર ઉડાન ભરતા સમયે હાઈ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયો:વીજવાયરમાં પેરાગ્લાઈડરની છત્રી ફસાઈ જવાના કારણે તે નીચે લટકતી હાલતમાં હવામાં જ ફસાઈ ગયો

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક વિદેશી પ્રવાસીને અકસ્માત નડ્યો હતો, જેમાં રશિયાનો એક પેરાગ્લાઈડર ઉડાન ભરી રહ્યા સમયે અચાનક હાઈ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયરમાં ફસાઈ ગયો હતો. વીજવાયરમાં પેરાગ્લાઈડરની છત્રી ફસાઈ જવાના કારણે તે નીચે લટકતી હાલતમાં હવામાં જ ફસાઈ ગયો હતો અને કલાકો સુધી વીજલાઈન પર જ લટકી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ (SDRF) અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને 56 મીટર ઊંચી ક્રેનની મદદથી ભારે જહેમત બાદ તેનો સફળ બચાવ કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં પેરાગ્લાઈડરનો આબાદ બચાવ થયો છે અને તેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
