તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
આઠમા પગાર પંચની રચના બાદ દેશભરમાં બેઠકોનો ધમધમાટ શરૂ, કર્મચારીઓના પગાર વધારાને લઈને મોટા અહેવાલ
ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કમિશન દ્વારા પરામર્શ પ્રક્રિયા તેજ કરાતા ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા ગરમાઈ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના પગાર તથા પેન્શન વધારાની પ્રક્રિયાને વેગ આપવા માટે ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલા આઠમા પગાર પંચ દ્વારા હાલમાં દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્મચારી સંગઠનો સાથે પરામર્શ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
કમિશનની આ મહત્વપૂર્ણ પ્રક્રિયા માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત ન રહેતા ચેન્નાઈ, પુડુચેરી, ચંદીગઢ અને જયપુર જેવા શહેરોમાં રૂબરૂ બેઠકો યોજીને કર્મચારીઓની ચિંતાઓ અને સૂચનો સીધા મેળવવામાં આવી રહ્યા છે, જેથી ફુગાવા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સચોટ અને વૈજ્ઞાનિક ડેટાના આધારે નવું પગાર માળખું તૈયાર કરી શકાય.
વર્તમાન સમયમાં સરકારી કર્મચારીઓમાં સૌથી મોટો ચર્ચાનો વિષય 'ફિટમેન્ટ ફેક્ટર' બન્યો છે, જ્યાં યુનિયનો દ્વારા તેને ૩.૬૮ થી ૩.૮૩ સુધી રાખવાની માંગ કરવામાં આવી રહી છે, જોકે કમિશન દ્વારા હજુ સુધી લઘુત્તમ વેતન કે ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર અંતિમ જાહેરાત કરવામાં આવી નથી અને તમામ ભલામણોનો અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે ૧૮ મહિનાનો સમય નિર્ધારિત કરાયો છે.
આગામી સમયમાં તમામ બેઠકો અને અરજીઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કમિશન દ્વારા પોતાનો અંતિમ અહેવાલ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે, અને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ જ દેશભરમાં નવું પગાર માળખું અમલમાં મુકાશે, જેથી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર પોર્ટલ પર વિશ્વાસ રાખવા અપીલ કરાઈ છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
