<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અમેરિકા-ફ્રાન્‍સ-ઇઝરાયેલ-ઇરાનમાં અંદરથી ઉકળતો ચરૂ

અમેરિકા-ઇઝરાયેલમાં ચૂંટણી પૂર્વેનો ભારે ધમધમાટ, ફ્રાન્‍સમાં તોફાનો ઇમરજન્‍સી લાવશે? ઇરાને અમેરિકી યુધ્‍ધ જહાજ પર મિસાઇલો ઝીંકી..આગામી દિવસોમાં કંઇક મોટુ થવાના એંધાણ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૧: અમેરિકામાં મધ્‍યાવર્તી ચૂંટણી યોજાય એ પહેલા ઇઝરાયેલની ચુંટણી મતદાનમાં નેતન્‍યાહુનું ભાવિ નકકી થવાનુ છે. હાલ ઇઝરાયેલમાં તે કોઇ મોટો હૂમલો કરવાનો હોય તેવી લશ્‍કરી ગતિવિધિઓ સક્રીય બની હોવાના અહેવાલો ચોંકાવી રહયા છે. ટ્રમ્‍પનું મધ્‍યાવર્તી ચુંટણીમાં બહુમતિ ઘટી રહી હોવાનું ચિત્ર હવે સ્‍પષ્‍ટ થતુ જોવા મળી રહયુ છે. તો ફ્રાન્‍સમાં તોફાનો-આગજની વકરી રહયા છે. અહીં દેશમાં ઇમરજન્‍સી લદાય તેવા અનુમાનો હવે વેગ પકડી રહયા છે. ફ્રાન્‍સ અંગે ટ્રમ્‍પનું તાજેતરનું નિવેદન પણ ચોંકાવનારૂ જણાઇ રહયુ છે. ટ્રમ્‍પે કહયુ છે કે, મેક્રો સરકારે વિશ્વભરના વિદેશીઓને દેશમાં વસાવવા માટે દરવાજા ખુલ્લા મુકી દીધા  જે અંગે અમે તેને ચેતવ્‍યા હતા હવે પેરિસ મુસ્‍લિમોની બહુમતિ ધરાવતુ શહેર બની જવાનુ છે.

ઇરાને હોર્મુઝના પરીદ્યમાં સ્‍થિત અમેરિકી યુધ્‍ધ જહાજ પર મીસાઇલો ઝીંકી દેતા અમેરિકી યુધ્‍ધ પોતે પીછેહટ કરી રહયા છે. ઇરાન પર અમેરિકા મોટો બોમ્‍બ હૂમલો કરશે તેવી સંભાવનાઓને હવે વધુ વેગ મળી રહયો છે. ત્‍યારે વૈશ્વિક સ્‍તરે આ ચાર દેશોમાં જાહેર ગતિવિધિઓ અલગ અને આંતરિક સ્‍થિતિ અલગ તથા ઉકળતા શરૂ જેવી ભાસી રહી છે. આવનારા દિવસોમાં કંઇક મોટુ થવાના સમીકરણો રચાઇ રહયા છે.

(11:25 AM IST)