News of Thursday, 27th August 2026
ભેંસનાં અસલી માલિકને શોધવા ડીએનએ તપાસ કરાશે
બિહારમાં એસપીને કામ સોંપાયું ! : ભેંસની માલિકીને લઈને બે પક્ષકારો વચ્ચે જૂનો વિવાદ

ગમાજી,તા.૨૭: બિહારમાં મધ્ય પ્રદેશના આઇ જી વિકાસ વૈભવે ભેંસના સાચા માલિકને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટનો આદેશ આપ્યો છે.એસ.પી. ને આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા જવાબદારી સોપવામાં આવી છે.
ગ્રામિણો અનુસાર થોડા દિવસ, પહેલા મોહડાના સેઉતર નિવાસી સૂરજ યાદવની ભેંસ ક્યાંક ચાલી ગઈ હતી. થોડા દિવસ ભાદ તે ઉછુપ ના મહાચક ગામ પહોંચી ગઈ હતી. અહીં નૌરંગા ટોલીમાં પ્રકાશ માંઝીએ તેને પોતાની પાસે રાખી હતી. થોડા દિવસ બાદ સૂરજ ને જાણવા મળ્યું કે તેની ભેંસ સેઉતરના નીરંગા માં છે.
સૂરજ ભેંસને શોષતો નૌરંગા પહોંચ્યો, તેણે ભેંસ ચોરીનો કેસ દાખલ કરાવ્યો હતો. અંતરી પોલીસ સ્ટેશનની પોલીસે પ્રથમ ભેંસને ચોકી પર ભોલાવી હતી અને ભાદમાં સૂરજ યાદવને સોપવામાં આવી હતી. દરમિયાન અતરી પોલીસ અધિકારી પર એક પક્ષે મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. પોલીસે ફરી ભેંસને ચોકી પર બોલાવી હતી. થોડા દિવસ સંભાળ રાખ્યા બાદ કરી સૂરજ યાદવને સોપવામાં આવી હતી. પ્રકાશ માંઝીના પક્ષના લોકોનું કહેવું છે કે ચાર વર્ષ પહેલા તેની ભેંસની ચોરી થઈ હતી. ભેસને પોતાના ઘરની પહેલેથી જાણ હોય છે જેથી તે પરત આવી છે.
આઇજી મગપ પ્રદેશ વિકાસ વૈભવે કહ્યું કે અતરીમાં ભેંસને લઈને બે પક્ષકાર વચ્ચે જુનો વિવાદ ચાલી રહ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને મામિણ એસ.પી. દિવ્યાંજલી જયસ્વાલ ને નિષ્યલ તપાસનો આદેશ આપ્યો છે. બંન્ને પક્ષકાર ભેંસ પર પોતાની માલિકીનો દાવો કરી રહ્યાં છે ત્યારે ભેંસના વાસ્તવિક માલિકની ખરાઈ કરવા ડીએનએ તપાસની પણ આદેશ આપ્યો છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
