તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
મહામંદીની ભયાનક ચેતવણી! ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું- "દુનિયાનો સૌથી મોટો ક્રેશ આવી રહ્યો છે, બચવાનો એક જ સહારો"
સોના-ચાંદીના ભાવો આસમાને પહોંચશે અને સામાન્ય રોકાણકારો બરબાદ થઈ જશે : પણ ભવિષ્ય જોનારા ચતુર લોકો આ આપત્તિને જંગી કમાણીની તકમાં બદલીને અમીર બની જશે

ન્યૂયોર્ક: વિશ્વભરમાં ફાયનાન્સના બાઈબલ ગણાતા પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ, પુઅર ડેડ’ ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રને લઈને એક અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર તેમની એક નવી પોસ્ટ વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે રોકાણકારોને લાલબત્તી ધરતા કહ્યું છે કે બજારમાં એક અત્યંત વિનાશક નાણાકીય ક્રેશ આવી રહ્યો છે. કિયોસાકીએ લોકોને આ આર્થિક સુનામીનો ભોગ બનવાને બદલે સમયસર ચેતી જવા અને પરંપરાગત સુરક્ષિત અસ્કયામતો તરફ વળવા આહવાન કર્યું છે, કારણ કે તેમના મતે આવી કટોકટીના સમયે માત્ર વાસ્તવિક સંપત્તિ જ તમારી મૂડીનું રક્ષણ કરી શકે છે.
રોબર્ટ કિયોસાકીએ આ ભયાનક ક્રેશ વચ્ચે સોના અને ચાંદીના ભાવો કલ્પના બહારની સપાટીએ પહોંચશે તેવા નવા લક્ષ્યાંકો જાહેર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી જીમ રિચાર્ડ્સની આગાહીનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે, હાલમાં પ્રતિ ઔંસ (આશરે ૨૮ ગ્રામ) $4,500 પર ટ્રેડ થતું સોનું નજીકના ભવિષ્યમાં સીધું $100,000 (આશરે ₹95 લાખથી વધુ) ના ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે. આટલું જ નહીં, ચાંદીના ઉજ્જવળ ભવિષ્ય અંગે દાવો કરતા તેમણે લખ્યું કે, હાલમાં $75 પર મળતી ચાંદી ટૂંક સમયમાં જ $200 ના આંકડાને આંબી જશે, જેથી અત્યારથી જ તેમાં રોકાણ કરવું એ સૌથી શાણપણભર્યું પગલું સાબિત થશે.
સામાન્ય રીતે લોકો મંદીના નામથી ડરી જતા હોય છે, પરંતુ કિયોસાકીના મતે આ ક્રેશ હોશિયાર રોકાણકારો માટે ધનવાન બનવાની સુવર્ણ તક લઈને આવશે. તેઓ લાંબા સમયથી સોના-ચાંદી ઉપરાંત ડિજિટલ યુગના બિટકોઇન અને ઇથેરિયમ જેવા ક્રિપ્ટોકરન્સીના રોકાણને પણ જોરદાર સમર્થન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરના તેમના ફોલોઅર્સને પ્રોત્સાહિત કરતા સંદેશ આપ્યો છે કે, "શ્રેષ્ઠ રોકાણકારો હંમેશા ભવિષ્યને અગાઉથી જોઈ લે છે અને તે મુજબ નિર્ણયો લે છે; તમારે આ ક્રેશનો ભોગ બનીને બરબાદ થવાની જરૂર નથી, બલ્કે તમે આ આપત્તિમાં વધુ શ્રીમંત બની શકો છો."
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
