News of Wednesday, 1st July 2026
વજન ઘટાડવા અને ગરમીમાં પેટને ઠંડક આપવા માટે વરદાન: માત્ર ૧૦ મિનિટમાં તૈયાર કરો પ્રોટીનથી ભરપૂર 'દૂધી-મગની દાળનો સૂપ'
જિમ જનારા લોકો માટે બેસ્ટ પોસ્ટ-વર્કઆઉટ ડિનર; ફાઈબર અને પોષક તત્વોનો ખજાનો આ હેલ્ધી સૂપ શરીરને રાખશે હાઇડ્રેટેડ

નવી દિલ્હી : જિમ જનારા અને વજન ઘટાડવા (વેઇટ લોસ) ની ઈચ્છા રાખતા લોકો હંમેશા એવી રેસિપીની શોધમાં હોય છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હેલ્ધી પણ હોય. ઉનાળાની ઋતુમાં અને અસહ્ય ગરમીના દિવસોમાં સામાન્ય રીતે લોકોને બહુ તળેલું કે ભારે ભોજન ખાવાની ઈચ્છા થતી નથી. આવા સમયે લોકો મૂંઝવણમાં રહે છે કે એવું શું ખાવું જે હળવું હોય, પેટને આરામ આપે અને શરીરને પૂરતું પોષણ પણ પૂરું પાડે. આ સમસ્યાના ઉત્કૃષ્ટ ઉકેલ તરીકે તમે 'દૂધી અને મગની દાળનો સૂપ' ટ્રાય કરી શકો છો.
વેઇટ લોસ અને હાઇડ્રેશન માટે બેસ્ટ ઓપ્શન
ઝડપથી વજન ઘટાડવા અને ગરમીમાં પેટને એકદમ હળવું રાખવા માટે દૂધી અને મગની દાળનો સૂપ એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર આ હોમમેઇડ સૂપ શરીરને અંદરથી હાઇડ્રેટેડ રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે. જે લોકો નિયમિત જિમ જાય છે અને હેવી વર્કઆઉટ કરે છે, તેમના માટે આ એક પરફેક્ટ 'પોસ્ટ-વર્કઆઉટ ડિનર' (કસરત પછી રાતનું ભોજન) છે.
માત્ર ૧૦ મિનિટમાં ઘરે જ બનાવો
આ સૂપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવો ખૂબ જ સરળ અને સુપર ક્વિક છે. ઘરમાં રહેલી સામાન્ય સામગ્રીથી આ હેલ્ધી સૂપ માત્ર ૧૦ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે. આ સ્વાદિષ્ટ સૂપ સ્વાસ્થ્ય માટે હાનિકારક કૅલરી વધાર્યા વિના શરીરને જરૂરી પ્રોટીનની દૈનિક માત્રા પૂરી પાડે છે, જેથી ડાયેટિંગ કરનારા લોકો કોઈપણ ચિંતા વગર તેને રોજિંદા આહારમાં સામેલ કરી શકે છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
