<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

કોઈ પણ માળ અને ટેરેસ સુધી ગાડી લઈ જઈ શકાય એવો બિહારી બંગલો વેચવાનો છે

ખાસ રેમ્‍પ પરથી કાર સીધી બીજા-ત્રીજા માળે બેડરૂમની બાજુમાં અને રૂફટોપ સુધી જઈ શકે છે અમેરિકામાં રહેતા અજયસિંહનો આ બંગલો રૂ.૩૫ કરોડમાં વેચાણ માટે છે


 

મુઝફ્‌ફરપુર, તા.૧૪: બિહારના મુઝફ્‌ફરપુર જિલ્લાના રામદયાલુ વિસ્‍તારમાં આવેલી પ્રસિદ્ધ ડૉલર વિલા ચર્ચામાં છે. સામાન્‍ય રીતે લોકો ગાડી ગ્રાઉન્‍ડ ફ્‌લોરના ર્પાકિંગમાં મૂકતા હોય છે, પરંતુ આ અનોખા બંગલામાં ગાડી સીધી રૅમ્‍પ પરથી ચડીને બીજા અને ત્રીજા માળે સ્‍થિત બેડરૂમની બિલકુલ બાજુમાં જઈને પાર્ક થાય છે.

અમેરિકામાં સ્‍થાયી થયેલા અજય સિંહે બનાવેલો આ આલીશાન બંગલો હવે ૩૫ કરોડ રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવ્‍યો છે. ૧૯૮૭થી અમેરિકામાં પરફયુમનો બિઝનેસ કરતા અજય સિંહે પોતાના વતન મુઝફ્‌ફરપુરમાં ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્‍યાન કરોડોના ખર્ચે અમેરિકન હાઉસ અને ડૉલર વિલા તરીકે જાણીતું આ ડ્રીમ-હાઉસ બનાવ્‍યું હતું, બંગલાનું સૌથી મોટું આકર્ષણ એનો સ્‍પેશ્‍યલ રૅમ્‍પ છે જેના દ્વારા ગાડી સીધી ચડીને કોઈ પણ માળ પર તેમ જ રૂફટૉપ સુધી જઈ શકે છે.

સ્‍થાનિક લોકો માટે આ બંગલો કોઈ અજાયબીથી કમ નથી. લોકો આજે પણ આ બંગલાની બહાર ઊભા રહીને સેલ્‍ફી લેતા હોય છે. આ લોકેશન પર ભોજપુરી ફિલ્‍મો અને અનેક સુપરહિટ મ્‍યુઝિક-વિડિયોનું શૂટિંગ પણ થઈ ચૂકયું છે. એવી ચર્ચા છે કે ભારતીય ક્રિકેટખેલાડી વૈભવ સૂર્યવંશીના પિતાએ પણ આ પ્રૉપર્ટી ખરીદવામાં રસ દાખવ્‍યો છે.

(3:38 PM IST)