News of Wednesday, 15th April 2026
ભારે કરી! ભાણેજના પ્રેમમાં મામી ફીદા થઈઃ સાસુને જાણ થતાં તેને ઝેરવાળી રોટલી ખવડાવી દીધી
પરિણીત મામીએ તેના ભત્રીજા સાથે મળીને તેની સાસુની હત્યાનું કાવતરું ઘડયું અને તેને અંજામ આપ્યો

લખનઉ,તા.૧૫: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી સંબંધોને શરમજનક બનાવ સામે આવ્યો છે. એક પરિણીત મામીએ તેના ભત્રીજા સાથે મળીને તેની સાસુની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેને અંજામ આપ્યો. આヘર્યજનક રીતે, હત્યાના દસ દિવસ પહેલા, આરોપી મામીએ તેની સાસુને ચામાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે સમયે તે બચી ગઈ હતી. શરૂઆતમાં, પરિવારે વૃદ્ધ મહિલાના મૃત્યુને સામાન્ય ગણાવીને તેના મૃતદેહને દફનાવી દીધો. જોકે, શંકાઓ વધુ ઘેરી બનતા મામલો પ્રકાશમાં આવ્યો.
લખનઉમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાને પોતાના ભાણેજ પર ફીદા થઈ ગઈ. જ્યારે તેને જાણ થઈ કે આ વાત સાસુને ખબર પડી ગઈ છે તો તેણે પ્રેમથી રોટલી ખવડાવી. પછી તેમાં ઝેર ભેળવી દીધું અને સાસુને રોટલી ખવડાવી દીધી. જોકે બીજા જ દિવસે સાસુનું મોત થઈ ગયું. પછી ભાણેજ સાથે મળીને સાસુની લાશને જમીનમાં દફનાવી દીધી. હવે આ સમગ્ર હત્યાના મામલાનો ખુલાસો થયો તો પોલીસે મહિલાની ધરપકડ કરી જેલમાં મોકલી દીધી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
આ ઘટના કાકોરીના ઈબ્રાહિમગંજ ગામની છે. ૬૫ વર્ષનાં શાંતિ દેવીની હત્યાનો ખુલાસો થયો છે. હકીકતમાં વહુ શાલિની અને ભાણેજ વચ્ચે આડા સંબંધો હતા. લાંબા સમયથી તેઓ બધાથી છુપાઈને પ્રેમના પુષ્પો ખીલવી રહ્યા હતા. એક દિવસ સાસુ શાંતિને જાણ થઈ કે કરણ અને શાલિની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આ વાતને લઈ નારાજગી વ્યક્ત કરી. તેના પર વહુ ભડકી ગઈ. તેણે સાસુને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું બનાવ્યું.
૫ એપ્રિલના રોજ શાલિનીએ ભાણેજ કરણ પાસે ઝેર મગાવ્યું. પછી રોટલીમાં ઝેર નાખી સાસુને ખવડાવી દીધી. બીજા દિવસે ૬ એપ્રિલના રોજ શાંતિ દેવીનું મોત થઈ ગયું. પછી કરણ અને શાલિનીએ લાશને લઈ જમીનમાં દફનાવી દીધી. તો વળી, પતિ મનોજને શંકા ગઈ કે આવું તે કેવી રીતે માતાનું મોત થઈ શકે. તેણે શાલિની અને કરણ વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાવ્યો.
પોલીસે લાશને જમીનમાંથી કઢાવી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ત્રણ ડોક્ટરની પેનલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કર્યો. જોકે રિપોર્ટમાં મોતના કારણો સ્પષ્ટ થયા નથી. પણ પોલીસે તપાસ ચાલુ રાખી છે. પછી જાણવા મળ્યું કે શાલિનીએ ઝેર મગાવ્યું હતું. જ્યારે કડકાઈથી પૂછપરછ કરી, તો હત્યારી વહુએ બધું કબૂલી લીધું. તેણે જણાવ્યું કે ભાણેજ સાથેના આડા સંબંધની જાણ સાસુને થઈ ગઈ હતી અને તે અમારી વચ્ચે આવી રહી હતી, એટલા માટે તેની હત્યા કરી નાખી. હવે કાકોરી પોલીસ કરણને પણ શોધી રહી છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
