તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં અસદુદ્દીન ઓવૈસીને મોટો ઝટકો: AIMIM ના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ આસિમ વકાર કોંગ્રેસમાં જોડાયા
ઓવૈસીની પાર્ટી પર પ્રહાર કરતા આસિમ વકારે કહ્યું- "AIMIM ભાજપ સામે નહીં પણ ભાજપ વિરોધી પક્ષો સામે લડે છે"; લખનૌ ખાતે પ્રદેશ પ્રમુખ અજય રાયની હાજરીમાં ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

નવી દિલ્હી, તા.૦૨: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલીમીન (AIMIM) ને ઉત્તર પ્રદેશમાં મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના સૌથી અગ્રણી ચહેરાઓમાંથી એક અને રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ આસિમ વકાર બુધવારે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. લખનૌClick to open side panel for more information ખાતે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયની હાજરીમાં તેમણે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
સૈયદ આસિમ વકાર છેલ્લા લગભગ એક દાયકાથી AIMIM સાથે જોડાયેલા હતા અને ઉત્તર પ્રદેશમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનો મુખ્ય અવાજ માનવામાં આવતા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ મીડિયાને સંબોધતા વકારે ઓવૈસી અને તેમની પાર્ટી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે AIMIM જમીન પર ભાજપ સામે લડવાને બદલે ભાજપ વિરોધી પક્ષો સામે જ લડે છે, જેના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય છે.
"દેશપ્રેમીઓએ ભાજપને હટાવવા કોંગ્રેસનો સાથ આપવો જરૂરી"
આસિમ વકારે જણાવ્યું હતું કે, "અમે AIMIM માં રહીને ભાજપ અને તેની વિચારધારા સામે લડવાની વાતો કરતા હતા, પરંતુ જમીની સ્તરે અમે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામે જ લડતા હતા. જો આપણે સાચા અર્થમાં દેશપ્રેમી હોઈએ અને ભાજપને સત્તા પરથી હટાવવા માંગતા હોઈએ, તો આપણે કોંગ્રેસ સાથે મજબૂતીથી ઊભા રહેવું પડશે, જે ભાજપ સામે સાચી લડાઈ લડી રહી છે."
રાજકીય વિશ્લેષકોના મતે, યુપી ચૂંટણી પહેલાં આસિમ વકારનું AIMIM છોડવું એ ઓવૈસીની પાર્ટી માટે રાજ્યમાં પોતાનો પાયો મજબૂત કરવાની યોજનાઓ પર મોટો પ્રહાર છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
