<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

NOTAની માત્ર કલ્‍પનાથી જ ઉમેદવારોને લાગતો ૪૪૦ વોલ્‍ટનો ઝાટકો

NOTA મતદારનું એક અમોધ શસ્‍ત્ર : સુપ્રીમ કોર્ટના આદેશથી ૧૭વર્ષ અગાઉ EVMમાં ‘નન ઓફ ધી અબોવ' બટન મૂકાયું......! : યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ સ્‍/લ્‍ યુનિયન ઓફ ઈન્‍ડિયાના કેસમાં અભિવ્‍યકિતની આઝાદી પ્રમાણે મતદારને કોઈ અથવા તમામ ઉમેદવારને પોતાનો મત નહીં આપવો તેવો અધિકાર છેઃ લોકો મત આપવા માટે ઉદાસીન થઈ રહ્યાં છે ઉમેદવારો નાપસંદ હોવાના કારણે કેટલીક વખત મત આપવા જતાં નથી

નવી દિલ્‍હી,તા.૧૮: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી. જે લોકશાહીના ઉત્‍સવ તરીકે ઉજવાતી હતો. આજના ઝેન-ઝી જનરેશનમાં ચૂંટણીને લઈને ઉત્‍સાહ થટી રહ્યો છે. જેની પાછળ અનેક કારણો છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે નાગરિકોમાં જોવા મળી રહેલી ઉદાસીનતા વચ્‍ચે રાષ્ટ્રની સર્વોચ્‍ચ અદાલતે સને ૨૦૦૯માં આપેલા એક ચુકાદા પછી બેલેટ પેપર અને EVMમાં NOTAનો વિકલ્‍પ ઉમેરવામાં આવ્‍યો છે. નન ઓક પી અબોલ (NOTA) એક એવું બટન છે જેની માત્ર કલ્‍પના જ રાજકીય પક્ષના ઉમેદવારોને ૪૪૦ વોલ્‍ટનો ઝટકો આપે યુનિયન ઓફ સિવીલ લિબટિગ V/S યુનિયન ઓફ ઈન્‍ડિયાના સને ૨૦૦૯ના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમે સંક્ષીપ્તમાં કહ્યું હતુ કે, અભિવ્‍યક્‍તિની આઝાદી જે બંધારણે આપી છે તે પ્રમાણે મતદારને કોઈ અથવા તમામ ઉમેદવારને પોતાનો મત નહિ આપવો, તેવો પણ અધિકાર છે અને તે NOTA છે. મતદાન રેશિયોના આંકડાઓ કહી રહ્યાં છે કે ગામડાંઓ કરતાં શહેરોના મતદાન મથકોમાં આ બટનનો ઉપયોગ વધી રહ્યો છે.

લોકસભા, વિધાનસભા તેમજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણી ઉપરાંત ગુજરાતમાં વકીલ મંડળની ચુંટણીના બેલેટ પેપરને લઈને લાંબી કાનૂની લડત બાદ NOTAનો વિકલ્‍પ ઉમેરાવનારા સિનિયર એડવોકેટ ડો. મહેશ ઠાકરે પ્રતિક્રિયા આપી છે કે, મત આપવાનો અધિકાર તે મતદારનો શબ્‍દોથી અભિવ્‍યક્‍તિ કરવાના અધિકાર જેવો ગણી શકાય, જોકે મત આપવાનો અધિકારી બંધારણીય કે મૂળભૂત ગણાતો નથી. લોક પ્રતિનિધિ અધિનિયમ નીચેનો કાયદાથી નીહિત પહેલો અધિકાર છે. લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમની કલમ ૭૯ગ્‍લાડી) અને નિયમ ૪૧(૨) ૫૩),૪૯(ઓ) નીચે પ્રવર્તમાન છે.

લોકો મત આપવા માટે ઉદાસિન થઈ રહ્યાં છે. તેની પાછળના વિવિધ કારણો છે. ઉમેદવારો નાપસંદ હોવાના કારણે કેટલીક વખત તેઓ મત આપવા જતા નથી. નાગરીકોએ મતદાન કુટિર સુધી અવશ્‍ય જવું જોઈએ જરુર જણાય તો NOTA માટે પણ વિચારી શકે છે. મતદાન બેલેટ પેપરથી થતું હોય તો નોટાને પ્રીન્‍ટેડ ઓપ્‍શન તરીકે આપવાનું હોય છે જયારે EVMમાં પણ છેલ્‍લે આ વિકલ્‍પ આપવામાં આવે છે

૨ ઉમેદવારને મત આપ્‍યો અને બાકીના ૨ માટે NOTA દબાવ્‍યું તો શું થાય?

એક ઉદાહરણ તરીકે ઈલેક્‍શન વોર્ડના મતદારે ૪ ઉમેદવારોને મત આપવા માટે ચ્‍સ્‍પ્‍માં ઉમેદવારનું નામ ચિન્‍હ સામે બટન દબાવાનું હોય છે. મતદારને ૪ પૈકીના માત્ર ૨ ઉમેદવારો પસંદ છે તો તે માત્ર બે ઉમેદવારો સામે બટન દબાવે છે અને બાકીના બે પસંદ કરવાના બદલે NOTAનું બટન દબાવે છે. તો આ મત રદ કરવામાં આવે છે. કારણ કે નોટા તમામ ઉમેદવારો માટે લાગુ પડે છે. ભૂતકાળમાં આ મુદ્દાને ન્‍યાયતંત્રમાં પડકારાયો હતો.

NOTAને વધુ મત મળે અને ઉમેદવારને ઓછા મત પ્રાપ્ત થાય તો કોણ જીતે?

ચુંટણીમાં NOTAને વધુ મત મળે અને ઉમેદવારને ઓછા મત પ્રાપ્ત થાય તો કોણ જીતે ? તો શું ચુંટણી ફરી વખત યોજવાની? તો તેનો જવાબ છે ના...! ચૂંટણીનો બેઝિક પ્રીન્‍સીપલ એવો છે કે જે ઉમેદવારને વધુ મત મળે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. મત ગણતરી વખતે બે ઉમેદવારો મેદાનમાં છે અને ત્રીજા વિકલ્‍પ તરીકે NOTA છે. એક ઉમેદવારને ૧ મત મળે છે જયારે બીજા ઉમેદવારને ૩ મત મળે છે. NOTAને ૪૦૦ મત મળે છે તો ૩ મત પ્રાપ્ત કરનારને વિજેતા ઘોષીત કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૧ની સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીમાં ક્‍યા શહેરમાં કેટલા NOTA પડયા?

શહેર                NOTA

અમદાવાદ ૧.૫ લાખ

વડોદરા     ૫૦,૦૦૦

સુરત                ૧.૦૧ લાખ

રાજકોટ     ૪૦,૦૦૦

ભાવનગર   ૨૦,૦૦૦

જામનગર      ૧૫,૦૦૦

(12:00 PM IST)