તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
લગ્નના માત્ર ૪ મહિના બાદ ૨૪ વર્ષની IT એન્જાિનિયરે ટૂંકાવ્યું જીવન
મૃતકના પરિવારજનોએ સાસરિયાં પર ૫ લાખ રૂપિયા અને કારની માગણી કરી ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો

પુણે,તા.૩૦: પુણેમાં લગ્નના માત્ર ચાર મહિના બાદ ૨૪ વર્ષની એક આઈટી એન્જાિનિયરનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. આ ઘટના વડાચિવાડી વિસ્તારની વૃંદાવન સોસાયટીમાં બની છે, જ્યાં ગુરુવાર રાત્રે વૈષ્ણવી ઓંકાર ગિસરેએ કથિત રીતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ તેના પરિવારજનોએ પતિ અને સસારિયાં પર ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારનો આરોપ છે કે વૈષ્ણવીને લગ્ન બાદ માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.
મૃતકની ઓળખ વૈષ્ણવી ઓંકાર ગિસરે તરીકે થઈ છે, જે પુણેના વડાચિવાડી સ્થિત વૃંદાવન સોસાયટીમાં રહેતી હતી. તેના પિતા પ્રવીણ રઘુનાથ જરાંડેએ કાલેપડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે વૈષ્ણવીના પતિ અને તેના સાસુ-સસરા સામે કેસ નોંધ્યો છે.
પોલીસ મુજબ, વૈષ્ણવીના લગ્ન ઓંકાર સંજય ગિસરે સાથે ૯ મે ૨૦૨૬ના રોજ થયા હતા. પરિવારનો દાવો છે કે લગ્નમાં આશરે ૪૫ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને વૈષ્ણવીને ૧૦ તોલા સોનું પણ આપવામાં આવ્યું હતું. પરિવારનો આરોપ છે કે લગ્ન બાદ તેના પતિ તરફથી કાર ખરીદવા માટે પિયરમાંથી ૫ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ માટે વૈષ્ણવીને કથિત રીતે વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
વૈષ્ણવીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ ઓંકાર સંજય ગિસરે, સસરા સંજય મહાદેવ ગિસરે અને સાસુ રૂપાલી સંજય ગિસરેને આરોપી બનાવ્યા છે. ત્રણેય સામે દહેજને લગતી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના પર આત્મહત્યા માટે ઉશ્કેરવા સંબંધિત જોગવાઈઓ પણ લગાવવામાં આવી છે. પોલીસ હવે ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે.
પોલીસ મુજબ, ગુરુવાર રાત્રે વૈષ્ણવીએ પોતાના ઘરમાં સીલિગ ફેનથી ગળે ફાંસો ખાઈને કથિત રીતે આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. હાલમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મૃતકના પરિવારજનોએ જે આક્ષેપ લગાવ્યો છે, તે ખરેખર સાચો છે કે નહીં
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
