News of Saturday, 7th November 2026
ગર્લ્સ સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી ૧૦મા ધોરણની વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો!
જિલ્લા શિક્ષણ તંત્રએ કાર્યવાહી કરતા નિવાસી શાળાની મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધાં છે

મયુરભંજ,તા.૭: ઓડિશાના મયુરભંજ જિલ્લાના બેટાનાતી બ્લોકમાં આવેલી કન્યા નિવાસી શાળાની મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, શાળાના છાત્રાલયમાં રહેતી દસમા ધોરણની એક વિદ્યાર્થિનીએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. જાણવા મળ્યા મુજબ, તે વિદ્યાર્થિની સાત મહિનાની ગર્ભવતી હતી. આ ઘટના બાદ શાળાની મુખ્ય શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તબિયત સારી ન હોવાની ફરિયાદ કર્યા બાદ તે વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે, બારીપાડા સ્થિત પંડિત રઘુનાથ મુર્મુ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં તેણે બાળકને જન્મ આપ્યો.
આ વિદ્યાર્થિની અભ્યાસ માટે કન્યા શાળાના છાત્રાલયમાં રહેતી હતી. આ ઘટના બાદ, ફરજ બજાવવામાં બેદરકારી દાખવવાના આરોપસર મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પૂર્ણચંદ્ર સેઠીના નિર્દેશો હેઠળ, બેટાનાતી બ્લોક શિક્ષણ અધિકારી (BEO) બિપ્લબ કાર દ્વારા આ સસ્પેન્શનનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
DEO પૂર્ણાચંદ્ર સેઠીએ ફોન પર ETV ભારતને આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે વિદ્યાર્થીનીએ અસ્વસ્થ હોવાની ફરિયાદ કરી હતી. તેની તબિયત બગડતા, શાળાના સત્તાવાળાઓએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. પ્રાથમિક તબીબી તપાસમાં તે ગર્ભવતી હોવાનું જણાયું હતું. તબીબી સલાહને પગલે, તેને બારીપાડા સ્થિત PRM મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં બુધવારે સવારે તેણે એક પુત્રને જન્મ આપ્યો.
બાળકને જન્મ આપનાર ધોરણ ૧૦ની આ વિદ્યાર્થીનીની ચોક્કસ ઉંમર હજુ સુધી જાણી શકાઈ નથી. આ ઘટનાના સંબંધમાં અત્યાર સુધી કોઈ પોલીસ કેસ નોંધવામાં આવ્યો નથી. દરમિયાન, બીજુ જનતા દળ (BJD)ના એક પ્રતિનિધિમંડળે આ મામલાની તપાસ કરવા માટે શાળાની મુલાકાત લીધી હતી. આ ટીમે શાળાના આચાર્ય સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી.
પ્રતિનિધિમંડળે માંગ કરી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને પીડિતાને ન્યાય મળે તે માટે પગલાં લેવા જોઈએ. તેમણે ચેતવણી પણ આપી છે કે જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ સરકાર વિરુદ્ધ લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરશે. ગ્થ્ઝના પ્રતિનિધિમંડળે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કે, વિદ્યાર્થીની લાંબા સમયથી હોસ્ટેલમાં રહેતી હોવા છતાં શાળાના સત્તાવાળાઓ તેની ગર્ભાવસ્થા વિશે કેમ જાણી શક્યા નહીં? તેમણે એવો પણ સવાલ કર્યો છે કે શાળામાં થતી નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન આ ગર્ભાવસ્થા કેમ પકડાઈ નહીં?
પક્ષે આક્ષેપ કર્યો છે કે આ ગંભીર પરિસ્થિતિ શાળા સત્તાવાળાઓની બેદરકારી અને સતર્કતાના અભાવને કારણે સર્જાઈ છે, અને તેમણે વિદ્યાર્થીની માટે ન્યાયની માંગ કરી છે. બીજેડી (BJD) એ શાળા વહીવટીતંત્રના આચરણ પર સવાલો ઉઠાવ્યા છે. મયુરભંજ જિલ્લા પરિષદના અધ્યક્ષ ભારતી હંસદાએ આ ઘટનાની આકરી ટીકા કરતા કહ્યું કે, આ બાબતની ગંભીરતા વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.
તેમણે ટિપ્પણી કરી કે આ ઘટનાએ રહેણાંક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને કલ્યાણ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે કહ્યું, શાળા સત્તાવાળાઓનું ધ્યાન કેવી રીતે ન ગયું કે એક વિદ્યાર્થિની લગભગ સાત મહિનાની ગર્ભવતી હતી? આ ખરેખર આઘાતજનક છે. હંસદાએ વધુમાં ઉમેર્યું કે આ ઘટના સંસ્થાકીય દેખરેખ, મોનિટરિગ અને વિદ્યાર્થી સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ગંભીર ખામીઓ તરફ નિર્દેશ કરે છે.
તેમણે એવા અહેવાલો પર પણ ઊંડી ચિતા વ્યક્ત કરી છે જેમાં જણાવાયું છે કે નવજાત શિશુને યોગ્ય સંભાળ, તબીબી સારવાર અને પૂરતું પોષણ મળ્યું ન હતું. બીજેડીએ સગીર વિદ્યાર્થિનીના ગર્ભવતી બનવા પાછળના સંજોગોને બહાર લાવવા માટે તાત્કાલિક ન્યાયિક તપાસની માંગ કરી છે. વધુમાં, પક્ષે વિદ્યાર્થિની અને તેના બાળક, બંનેના અધિકારો અને ગરિમાના કથિત ઉલ્લંઘન માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરવાની અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજેડી (BJD) એ આ ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પક્ષે સગીર વિદ્યાર્થીની અને તેના નવજાત બાળક માટે યોગ્ય તબીબી સારવાર, સુરક્ષા, કાઉન્સેલિગ (પરામર્શ) અને પુનર્વસન સહાય પૂરી પાડવાની પણ માંગ કરી છે. વધુમાં, પક્ષે શાળા સત્તાવાળાઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે, કારણ કે તેઓ કથિત રીતે સમયસર ગર્ભાવસ્થાને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા અને વિદ્યાર્થીની સુરક્ષા તથા કલ્યાણ સુનિヘતિ કરવામાં બેદરકારી દાખવી હતી.
બીજેડીના પ્રતિનિધિમંડળમાં જિલ્લા પરિષદના અધ્યક્ષ ભારતી હંસદા, પૂર્વ ધારાસભ્ય ગણેશ્વર પાત્રા, બેટાનાતી બ્લોક પ્રમુખ રાજીવ સેનાપતિ અને જિલ્લા પરિષદના સભ્ય વિશ્વનાથ હેમબ્રામનો સમાવેશ થતો હતો.(૪૦.૪)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
