<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ચક્રવાત અર્નબ દરમિયાન ઓડિશામાં ૯૩૧ બાળકોનો જન્‍મ થયોઃ ઘણાના નામ અર્નબ અને વર્ષા રાખવામાં આવ્‍યા

ભુવનેશ્વર તા.૨૯: ચક્રવાત અર્નબ દરમિયાન ઓડિશામાં ૯૩૧ બાળકોનો જન્‍મ થયો. આમાંથી ઘણા માતા-પિતાએ તેમના પુત્રોના નામ અર્નબ અને પુત્રીઓના નામ વર્ષા રાખ્‍યા.

મુખ્‍યમંત્રી મોહન ચરણ માઝીએ બુધવારે જણાવ્‍યું હતું કે તોફાન પહેલા ૨,૨૪૫ સગર્ભા ષીઓને સુરક્ષિત પ્રસૂતિ માટે વિવિધ હોસ્‍પિટલોમાં લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, ૯૩૧ મહિલાઓએ બાળકોને જન્‍મ આપ્‍યો. માતા અને બાળકો બંને સ્‍વસ્‍થ છે.

ગંજમ જિલ્‍લાના પાત્રપુરની સુકાંત પ્રધાને એક પુત્રને જન્‍મ આપ્‍યો. પરિવારે તેનું નામ અર્નબ રાખ્‍યું. દરમિયાન, ચિક્રડાની રુક્‍મિણી બેહરાએ એક પુત્રી, વર્ષા રાનીને જન્‍મ આપ્‍યો.

વધુમાં, કેટલાક પરિવારોએ તેમના પુત્રોનું નામ તુફાન અને પવન અને તેમની પુત્રીઓનું નામ બતાસી રાખ્‍યું.

ગંજમ જિલ્‍લામાં, વહીવટીતંત્રે ૨૫ ઓક્‍ટોબરથી ૪૯૩ સગર્ભાસ્ત્રીઓને હોસ્‍પિટલોમાં પહોંચાડી હતી. આમાંથી, બુધવારે બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ૨૨૦સ્ત્રીઓએ પ્રસૂતિ કરાવી

 

 

(10:00 AM IST)