News of Monday, 22nd June 2026
અકસ્માતમાં ૯ પાંસળીઓ તૂટી અને ફેફસામાં ગંભીર ઈજાઃ છતાં કોલકાતાની સૃષ્ટિએ આપી નીટની પરીક્ષા!
અતૂટ અને દ્રઢ ઇચ્છાશક્તિની એક એવી કહાણી સામે આવી છે, જેણે બધાને ભાવુક કરી દીધા : NEET UG પરીક્ષા શરૂ થયા બાદથી જ સૃષ્ટિ દુબેની પ્રેરણાદાયી કહાણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

કોલકાતા,તા.૨૨: દેશભરના લાખો ઉમેદવારો NEET UGની રી-એક્ઝામ આપી હતી. ત્યારે કોલકાતાના એક સેન્ટર પરથી અતૂટ અને લ્લઢ ઇચ્છાશક્તિની એક એવી કહાણી સામે આવી છે, જેણે બધાને ભાવુક કરી દીધા છે. ૭ દિવસ પહેલા ભયંકર માર્ગ અકસ્માતમાં પોતાની ૯ પાંસળી તૂટ્યા પછી અને ફેફસામાં ગંભીર ઈજાના કારણે વેન્ટિલેટર પર જિદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહેલી વિદ્યાર્થિની સૃષ્ટિ દુબે તબીબોની દેખરેખ હેઠળ પરીક્ષા આપી હતી. સૃષ્ટિનું ડોક્ટર બનવાનું સપનું અને તેની ઇચ્છાશક્તિ એટલી મોટી હતી કે ખુદ દેશના શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મામલાની નોંધ લીધી.
લાચાર પિતા શ્રીરામ શિવજી દુબેની ભાવુક અપીલને ધ્યાનમાં લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA અને સ્થાનિક પ્રશાસનને જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ સૃષ્ટિને બિનોદિની ગર્લ્સ હાઈસ્કૂલ કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફલોર પર એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો. હોસ્પિટલના કપડાંમાં, શરીર સાથે જોડાયેલા જરૂરી મેડિકલ ઉપકરણો (ચેસ્ટ ડ્રેન) સાથે અને ILS હોસ્પિટલના ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની હાજરીમાં તેણે NEET UGની પરીક્ષા આપી હતી. કેન્દ્રની બહાર સ્ટેન્ડબાય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી.
Srishti Dubey માટે છેલ્લા કેટલાક દિવસો કોઈ ખરાબ સપના જેવા રહ્યા છે. ૧૪ જૂને થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સૃષ્ટિને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેની ૯ પાંસળીઓ તૂટી ગઈ હતી અને ફેફસાંને પણ ગંભીર નુકસાન થયું હતું. તેની સ્થિતિ એટલી નાજુક હતી કે તેની વાસ્ક્યુલર સર્જરી કરવી પડી હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પરંતુ જેમ જ તેની તબિયતમાં થોડો સુધારો થયો અને ડોક્ટરોએ વેન્ટિલેટર દૂર કર્યું, ત્યારે સૃષ્ટિએ પોતાના પિતાને કહ્યું કે તે એક વર્ષથી કરેલી મહેનત વ્યર્થ જવા દેવા માંગતી નથી અને આજે યોજાનારી NEET પરીક્ષા કોઈપણ સંજોગોમાં આપશે.
સૃષ્ટિની હાલત જોઈને ડોક્ટરો અને પરિવારજનો પણ આヘર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ તેના પિતા શ્રીરામ શિવજી દુબેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને એક ભાવુક પત્ર લખ્યો. જેમાં લખ્યું કે, ‘‘મારી દીકરી કોઈપણ પરિસ્થિતિમાં પરીક્ષા છોડવા માંગતી નથી. ILS હોસ્પિટલ અમને ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને તમામ જરૂરી તબીબી સાધનો સાથે મેડિકલ સહાય આપવા માટે તૈયાર છે. મારી વિનંતી છે કે મારી દીકરીને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે. જો પરીક્ષા કેન્દ્રને જાણ કરીને તેને ગ્રાઉન્ડ ફલોર પર ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરવામાં આવે અને હોસ્પિટલના કપડાં તેમજ ચેસ્ટ ડ્રેન જેવા જરૂરી મેડિકલ ઉપકરણો સાથે પરીક્ષા આપવા દેવામાં આવે, તો તે અમારી માટે ખૂબ મોટી કૃપા રહેશે.''
NEET UG પરીક્ષા શરૂ થયા બાદથી જ સૃષ્ટિ દુબેની પ્રેરણાદાયી કહાણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દેશભરના લોકો તેની આ અદમ્ય હિમતને સલામ કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે જે દીકરી મૃત્યુના મુખમાંથી પાછી આવીને, આટલી પીડા અને મુશ્કેલીઓ વચ્ચે પણ ડોક્ટર બનવાના સપનાને સાકાર કરવા માટે પરીક્ષા આપી રહી છે, તે ભવિષ્યમાં દેશની સૌથી શ્રેષ્ઠ અને સંવેદનશીલ ડોક્ટરોમાંની એક બનશે. આ દરમિયાન, પરીક્ષા કેન્દ્રની બહાર તહેનાત ડોક્ટરોની ટીમનું કહેવું છે કે સૃષ્ટિની તબિયત હાલ સ્થિર છે અને તેની માનસિક મજબૂતી તથા સંકલ્પશક્તિ ખરેખર અદ્વુત છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
