<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

૯૦ લાખ પ્રવાસીઓએ સ્‍થાનિક અર્થતંત્રમાં ૧૨૦૦ કરોડ ઠાલવ્‍યા

દિવાળીમાં ગુજરાત ટૂરિઝમની ‘ગોલ્‍ડન સીઝન': લક્‍ઝરી હોટેલ્‍સના રૂમથી લઈને મંદિરની બહાર -સાદ વેચતા નાના વેપારી અને હાઇવે પર ચા-નાસ્‍તો કરાવતા ધાબાવાળા સુધીના દરેક નાના-મોટા રોજગારનો હિસ્‍સો રાજ્‍યના મોર્ડન ટૂરિઝમ સ્‍પોર્ટસ પર પણ ભારે ભીડ જોવા મળીઃ રાજ્‍યના મુખ્‍ય ૧૬ પ્રવાસન સ્‍થળોએ તહેવારોમાં ભારે ભીડનો ગ્રાફ સતત ઉપર જઈ રહયો છે

નવી દિલ્‍હી, તા.૬: દિવાળીના દિવસોમાં ગુજરાતના પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળો પર ભાવિકોનું ઘોડાપૂર ઊમટે છે. ધનતેરસથી ભાઈબીજ સુધીના ગણતરીના દિવસોમાં જ ૪.૬૫ લાખ ભક્‍તોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. રજાઓમાં ૩.૫૦ લાખથી વધુ યાત્રાળુઓ પહોંચ્‍યા. સ્‍થિતિ એ હતી કે તમામ ગેસ્‍ટહાઉસ પેક થઈ ગયા હતા અને મુખ્‍ય મંદિરથી દૂર બનાવેલા વધારાના ર્પાકિંગ પણ નાના પડ્‍યા હતા. ચાર દિવસના ટૂંકા ગાળામાં આશરે ૭ લાખ ભાવિકોએ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્‍યું હતું.

માત્ર ધાર્મિક સ્‍થળો જ નહીં, પણ રાજ્‍યના મોર્ડન ટૂરિઝમ સ્‍પોટ્‍સ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. પાંચ દિવસમાં ૨ લાખથી વધુ લોકોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી. જંગલ સફારી પાર્કમાં રોજના અંદાજે ૧૦ હજાર અને ચિલ્‍ડ્રન પાર્કમાં ૫ હજાર મુલાકાતીઓ નોંધાયા હતા. વેકેશન દરમિયાન સરથાણા નેચર પાર્કમાં ૮૧,૧૧૯ સૈરફાટા પ્રેમીઓએ મુલાકાત લેતા પાર્કને રૂ.૨૨.૯૫ લાખની આવક થઈ હતી.

ગુજરાત સરકારના અધિકળત આંકડા દર્શાવે છે કે રાજ્‍યના મુખ્‍ય ૧૬ પ્રવાસન સ્‍થળોએ તહેવારોમાં ભારે ભીડનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩ (દિવાળી વેકેશન) દરમિયાન ૪૩ લાખનો આંકડો પાર કર્યો હતો, જ્‍યારે વર્ષ ૨૦૨૪ (દિવાળી વેકેશન)માં ૬૧.૭૦ લાખ લોકો -વાસી બન્‍યા હતા.

વર્ષ ૨૦૨૪ના આંકડા પર નજર કરીએ તો દ્વારકામાં ૧૩ લાખ મુલાકાતીઓ, અંબાજીમાં ૧૨ લાખ, સોમનાથમાં ૮.૯૬ લાખ, પાવાગઢમાં ૮.૯૨ લાખ, કાંકરિયા લેકફ્રન્‍ટ (અમદાવાદ)માં ૫.૫૦ લાખ અને સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી (એકતાનગર)માં ૪.૯૦ લાખ મુલાકાતીઓ નોંધાયા હતા. કુલ પ્રવાસીઓમાંથી બે-તળતીયાંશથી વધુ હિસ્‍સો માત્ર દ્વારકા, અંબાજી, સોમનાથ અને પાવાગઢ જેવા ચાર મુખ્‍ય યાત્રાધામોનો રહ્યો હતો.

રાજ્‍યના GDPમાં પ્રવાસનનું મોટું પ્રદાનઃ વાઇબ્રન્‍ટ ગુજરાતઁની વિગતો મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્‍યમાં કુલ ૨૨.૨૮ કરોડ -વાસીઓની મુલાકાત નોંધાઈ હતી, જેમાં ૨૩.૩૯ લાખ વિદેશી મુલાકાતીઓનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતના કૂલ ઘરેલુ ઉત્‍પાદનમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો આશરે ૬.૯૫ ટકા રહ્યો હતો. નાણાકીય દ્રષ્ટિએ આંકડો મૂકીએ તો, આખા વર્ષ દરમિયાન રાજ્‍યના અર્થતંત્રમાં ટૂરિઝમ સેક્‍ટરે રૂ.૧.૮૬ લાખ કરોડનું ભવ્‍ય યોગદાન આપ્‍યું છે.પ્રવાસીદીઠ ખર્ચ : દિવાળી સીઝનના આંકડાઓનું વિશ્‍લેષણ કરીએ તો, સ્‍થાનિક બજારમાં પ્રવાસીદીઠ સરેરાશ રૂ.૧,૩૩૩નો વેપાર થાય છે. આટલી મોટી સંખ્‍યામાં લોકો જ્‍યારે એકસાથે રોડ પર નીકળે છે, ત્‍યારે પ્રવાસન કેન્‍દ્રોની ટિકિટોની ઉપલબ્‍ધતા અને યાત્રાધામોમાં રહેવાની જગ્‍યા પર તેની સૌથી મોટી અસર જોવા મળે છે. આમ છતાં, દિવાળીનો આ પર્વ ગુજરાતના સ્‍થાનિક વેપારીઓ માટે સમળદ્ધિની નવી આશા લઈને આવે છે

(3:08 PM IST)