તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
૯ ભાઈઓએ પોતાની જ ૯ બહેનો સાથે કરી લીધા લગ્નઃ કયારેક હતાં ‘‘બીવી''ઓનાં ભાઇ જાન
સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાનના મુલ્તાનમાં થયેલી એક અનોખા લગ્નની ખૂબ ચર્ચાઃ પાકિસ્તાનનો આ કિસ્સો સાંભળીને હેરાન રહી જશો : ૯ ભાઈઓએ ૯ બહેનો સાથે એક જ મંડપમાં નિકાહ કર્યા હતાઃ પાકિસ્તાનમાં કઝિન મેરેજની પરંપરા

મુલ્તાન તા.૫: સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાનના મુલ્તાન જિલ્લાના શુજાબાદ વિસ્તારમાં થયેલા અનોખા લગ્નની ખૂબ ચર્ચા ચાલી રહી છે. અહીં એક જ પરિવારના ૯ યુવાનોએ પોતાની ૯ પિતરાઈ બહેનો સાથે નિકાહ કર્યા હતા. પાકિસ્તાની મીડિયા અને ત્યાંના સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાને ‘‘ભલાઈનું ઉદાહરણ'' કહી રહ્યા છે. જોકે, ભારતના ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાની ટીકા કરી રહ્યા છે.
પાકિસ્તાનના મુલ્તાનમાં ૯ દુલ્હા મુહમ્મદ કાશિફ, મુહમ્મદ આસિમ, મુહમ્મદ અમીન, મુહમ્મદ નઈમ, મુહમ્મદ નવેદ, મુહમ્મદ રાશિદ, મુહમ્મદ બિલાલ, મુહમ્મદ શહબાઝ અને મુહમ્મદ અલી એ પોતાની પિતરાઈ બહેનો સાથે એક જ સમારંભમાં લગ્ન કર્યા. આ લગ્નમાં બંને પરિવારોએ ખોટો દેખાડો કર્યા વગર સરળ રીતે લગ્ન કર્યા હતા. અહીં સૌથી મહત્વની વાત એ રહી કે બંને પરિવારે દહેજ લેવું કે આપવું, બંનેથી સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. પાકિસ્તાનમાં દહેજના કારણે અનેક પરિવારો દેવામાં ફસાઈ જાય છે, ત્યારે આ નિર્ણયની પાકિસ્તાનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ સમાચાર ભારત સુધી પહોંચતાં જ વાયરલ થઈ ગયા. જ્યાં પાકિસ્તાનમાં આ નિકાહની પ્રશંસા થઈ રહી છે, ત્યાં ભારતમાં લોકો ચિતિત છે. ભારતમાં આ સમાચાર પર પ્રતિક્રિયાઓ ખૂબ જ તીવ્ર છે. ઘણા યુઝર્સ આને ‘‘કઝિન મેરેજ'' કહીને અયોગ્ય ગણાવી રહ્યા છે. કેટલાકે કોમેન્ટ્સમાં લખ્યું કે, ‘‘આવું તો ફક્ત પાકિસ્તાની જ કરી શકે!'' જ્યારે કેટલાક લોકો સરળ લગ્ન અને દહેજ મુક્ત આયોજનની પ્રશંસા પણ કરી રહ્યા છે. ભારતીય સોશિયલ મીડિયા પર આ સમાચાર ‘‘૯ ભાઈઓએ ૯ બહેનો સાથે લગ્ન કર્યા'' તરીકે શેર થઈ રહ્યા છે, જોકે વાસ્તવમાં તેઓ પિતરાઇ ભાઈ-બહેન છે, સગા નથી. અગાઉ પણ આવી ઘટનાઓ પર ફેક્ટ ચેક થઈ ચૂક્યા છે, જેમાં સગા ભાઈ-બહેનના લગ્નની વાત ખોટી સાબિત થઈ હતી.
પાકિસ્તાન સહિત ઘણા મુસ્લિમ બહુલ દેશોમાં પિતરાઇ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન સામાન્ય ગણવામાં આવે છે. જોકે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વારંવાર આવા લગ્નોથી વારસાગત બીમારીઓનો ખતરો વધી શકે છે. ભારતમાં પણ કેટલાક સમુદાયોમાં આ પ્રથા છે, પણ કાનૂની અને સામાજિક રીતે એ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પરિવારનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં અલગ-અલગ લગ્ન કરવા ખૂબ મુશ્કેલ હતા, એટલે સૌએ મળીને એક સાથે આ નિર્ણય લીધો હતો
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
