તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
8મું પગાર પંચ: જો નવા પગાર નિયમો પાછલી તારીખથી લાગુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી અને આંકડા
ફિટમેન્ટ ફેક્ટર અને વિલંબના આધારે પે-લેવલ 6, 7 અને 8 ના કર્મચારીઓને રૂ. ૮ લાખથી લઈને રૂ. ૧૭.૯૪ લાખ સુધીનું બમ્પર એરિયર્સ મળવાની શક્યતા; જાણો કઈ રીતે થશે ગણતરી

નવી દિલ્હી, તા.૩૦: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અહેવાલ અને નવા પગાર માળખાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે 8મા પગાર પંચની રચના કરીને નવેમ્બર 2025માં તેની કાર્યશરતો (Terms of Reference) ને આખરી ઓપ આપ્યો હતો. પંચ પાસે રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય છે, જેથી મે 2027 સુધીમાં રિપોર્ટ આવવાની ધારણા છે. જોકે, અમલીકરણમાં વિલંબ થાય પણ સરકાર તેને પાછલી તારીખથી લાગુ કરે, તો કર્મચારીઓને લાખો રૂપિયાનું જંગી એરિયર્સ (બાકી નીકળતી રકમ) મળી શકે છે.
કયા લેવલના કર્મચારીઓને કેટલું એરિયર્સ મળી શકે?
એરિયર્સની રકમ કર્મચારીના પે-લેવલ, વર્તમાન બેઝિક પે, ફિટમેન્ટ ફેક્ટર અને વિલંબના મહિનાઓ પર આધારિત રહેશે. સંભવિત આંકડાઓ પર નજર કરીએ તો:
• લેવલ-6 (વર્તમાન બેઝિક પે રૂ. ૩૫,૪૦૦):
o ૨.૧૫ ના ફિટમેન્ટ ફેક્ટર સાથે ૨૦ મહિનાના વિલંબ પર રૂ. ૮.૧૪ લાખ અને ૨૪ મહિના પર રૂ. ૯.૭૭ લાખ નું એરિયર્સ બની શકે છે.
o ૨.૫૭ ના ઊંચા ફિટમેન્ટ ફેક્ટર સાથે ૨૪ મહિના માટે આ રકમ રૂ. ૧૩.૩૪ લાખ સુધી પહોંચી શકે છે.
• લેવલ-7 (વર્તમાન બેઝિક પે રૂ. ૪૪,૯૦૦):
o ૨.૧૫ ફિટમેન્ટ ફેક્ટર પર ૨૦ મહિના માટે રૂ. ૧૦.૩૩ લાખ અને ૨૪ મહિના માટે રૂ. ૧૨.૩૯ લાખ મળી શકે છે.
o ૨.૫૭ ફિટમેન્ટ ફેક્ટર રહે તો ૨૪ મહિનાના વિલંબ પર એરિયર્સ રૂ. ૧૬.૯૨ લાખ થઈ શકે છે.
• લેવલ-8 (વર્તમાન બેઝિક પે રૂ. ૪૭,૬૦૦):
o ૨.૧૫ ફિટમેન્ટ ફેક્ટર હેઠળ ૨૪ મહિનાના વિલંબ માટે રૂ. ૧૩.૧૪ લાખ મળવાની ક્ષમતા છે.
o જો ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ નક્કી થાય તો ૨૦ મહિના માટે રૂ. ૧૪.૯૫ લાખ અને ૨૪ મહિના માટે રૂ. ૧૭.૯૪ લાખ જેટલી મોટી રકમ એરિયર્સ તરીકે મળી શકે છે.
માત્ર બેઝિક પે નહીં, ભથ્થાં પણ વધશે
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એરિયર્સની આખરી રકમ માત્ર મૂળ પગાર પર નિર્ભર નથી હોતી. બેઝિક પે વધવાની સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થા (DA) માં પણ મોટો વધારો થાય છે. જોકે, પંચ દ્વારા હજુ સુધી આખરી સુપ્રીમ આંકડા જાહેર કરાયા નથી, તેથી કર્મચારીઓએ આ આંકડાઓને હાલ માત્ર એક અંદાજ તરીકે જ જોવા જોઈએ.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
