તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
8મા પગાર પંચ: કર્મચારીઓને કરોડોનું એરિયર્સ તો મળી શકે, પરંતુ કેટલાક મહત્વના ભથ્થાંના રૂપિયા નહીં મળે
કર્મચારીઓને 20 થી 24 મહિનાનું એરિયર્સ મળી શકે પરંતુ દરેક એલાઉન્સનું બાકી ચૂકવણું મળશે જ એવી ગેરંટી નથી. ખાસ કરીને HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સનેલઈને સસ્પેન્સ વધુ ઘેરાયું .

નવી દિલ્હી :કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ હવે માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ આશા અને ઉત્સુકતાનું કેન્દ્ર બની ગયું છે. દરેક કર્મચારી એક જ સવાલ પૂછે છે — “નવો પગાર કેટલો વધશે?” પરંતુ હવે આ ચર્ચા વચ્ચે એક નવો મુદ્દો જોર પકડી રહ્યો છે. જો 8મા પગાર પંચની ભલામણો લાગુ થવામાં મોડું થાય, તો કર્મચારીઓને કરોડો રૂપિયાનું એરિયર્સ તો મળી શકે, પરંતુ કેટલાક મહત્વના ભથ્થાંના રૂપિયા કદાચ હાથમાં નહીં આવે!
હાલમાં ચાલી રહેલી ચર્ચાઓ અને નાણાકીય નિષ્ણાતોના અંદાજો મુજબ, કર્મચારીઓને 20 થી 24 મહિનાનું એરિયર્સ મળી શકે છે. પરંતુ દરેક એલાઉન્સનું બાકી ચૂકવણું મળશે જ એવી ગેરંટી નથી. ખાસ કરીને HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સને લઈને સસ્પેન્સ વધુ ઘેરાયું છે.
7મા પગાર પંચનો સમયગાળો પૂર્ણ થવાની સાથે હવે 8મા પગાર પંચ તરફ તમામની નજર છે. એવી ચર્ચા છે કે નવા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવશે. જોકે પંચને પોતાનો આખરી અહેવાલ આપવા માટે 2027 સુધીનો સમય આપવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ પછી કેન્દ્ર સરકારની મંજૂરી, કેબિનેટ પ્રક્રિયા અને અમલીકરણમાં પણ કેટલાક મહિના લાગી શકે છે. એટલે કે કર્મચારીઓને વધારેલો પગાર મોડો મળશે, પરંતુ તે સમયગાળા માટેનું બાકી ચૂકવણું એટલે કે એરિયર્સ એકસાથે આપવામાં આવી શકે છે. આ જ કારણ છે કે હવે દરેક કર્મચારી ગણતરીમાં લાગી ગયો છે કે આખરે કેટલા લાખ રૂપિયા હાથમાં આવશે!
આ સવાલનો જવાબ થોડો નિરાશાજનક હોઈ શકે છે. નાણાકીય જાણકારોનું માનવું છે કે તમામ ભથ્થાંનું એરિયર્સ મળવાની શક્યતા ઓછી છે.
મોંઘવારી ભથ્થું એટલે કે DA સીધો કર્મચારીના બેઝિક પગાર સાથે જોડાયેલો હોય છે. જ્યારે નવો બેઝિક પગાર નક્કી થાય છે, ત્યારે DAની ગણતરી પણ ફરી કરવામાં આવે છે. એટલા માટે સૌથી વધુ શક્યતા એ છે કે કર્મચારીઓને DAનું એરિયર્સ ચોક્કસ મળશે. જો બેઝિક સેલરીમાં મોટો ઉછાળો આવે, તો DAના તફાવતથી મળતી રકમ પણ ભારે હોઈ શકે છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
