<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

૮૫ વર્ષના દાદાએ MA કર્યું અને હવે ડોક્‍ટરેટ કરવાની તૈયારી કરે છે

પૌત્રીને ભણતી જોઈ તેમને પણ ભણવાની પ્રેરણા મળી હતી

સિરસા તા.૨૫: મનમાં કંઈક કરવાની ચાહત હોય તો ઉંમર ક્‍યારેય નડતર નથી બનતી. હરિયાણાના સિરસામાં રહેતા ૮૫ વર્ષના દાદા લાલચંદ ગોદારાએ ઉંમરની સીમાઓને ઓવરકમ કરીને આર્ટ્‍સમાં માસ્‍ટર્સ એટલે કે પ્‍ખ્‍ની ડિગ્રી હાંસલ કરી છે. પૌત્રીને ભણતી જોઈને તેમને પણ ભણવાનો નાદ લાગ્‍યો હતો. લાલચંદભાઈ માત્ર નવું શીખવામાં જ ઉત્‍સાહિત છે એવું નથી, તેઓ ફિઝિકલી પણ ખૂબ ફિટ અને મહેનતુ છે. આ ઉંમરે પણ રોજ તેઓ કેટલાય કિલોમીટર ચાલી નાખે છે અને સાઇકલ ચલાવી લે છે. સિરસામાં લાલચંદભાઈ હવે યુવાનો માટે રોલ-મોડલ બની ગયા છે. બાળપણમાં તેઓ કદી સ્‍કૂલ જઈ શક્‍યા નહોતા, પરંતુ નિવૃત્તિની ઉંમર પછી તેમણે ભણવાનું શરૂ કર્યું અને MA કર્યું. જોકે હજી તેમની ભણવાની ઇચ્‍છા તૃપ્ત નથી થઈ. હવે તેઓ PhD એટલે કે ડોક્‍ટરેટની તૈયારી કરી રહ્યા છે.

(3:36 PM IST)