તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
૮ વર્ષની બાળકી બની સાવકા કાકાની હવસનો ભોગ
તાવ માટે ડોક્ટરને બતાવવા ગયા ત્યારે મામલો બહાર આવ્યો

મુંબઇ તા.૨૮: શતાબ્દી હોસ્પિટલમાં રૂટીન હેલ્થ ચેકઅપ માટે ગયેલી ૮ વર્ષની બાળકીની તપાસ દરમ્યાન તેની સાથે તેના જ કાકાએ કુકર્મ કર્યું હોવાનું સામે આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ કાંદિવલી-વેસ્ટમાં રહેતી મહિલાને તેની બાળકીને તાવ અને પેશાબમાં લોહી આવતું હોવાનું જણાતાં શતાબ્દી હોસ્પિટલમાં ચેકઅપ માટે તેને લઈ ગઈ હતી. ચેકઅપ કરનારા ડોક્ટરે આ મામલે ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવવાનું કહ્યું હતું. ગાયનેકોલોજિસ્ટે બાળકીની તપાસ કરતાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. આ બાબતે હોસ્પિટલના સત્તાવાળાઓએ કાંદિવલી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદની તપાસમાં બાળકીના કાકા રિન્કુ ગૌડે તેના પર જાતીય અત્યાચાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી રિન્કુ તેનો સાવકો કાકા છે અને બાળકી તેની સગી મમ્મી અને સાવકા પિતા સાથે રહેતી હતી. આ મામલે પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી રિન્કુ ગૌડની ધરપકડ કરી હતી. તેને ૩૧ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી ફટકારવામાં આવી હતી. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરીને તેના પર સર્જરી કરવામાં આવી હતી. હાલ બાળકી હોસ્પિટલમાં જ સારવાર લઈ રહી છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
