News of Wednesday, 18th November 2026
રાજકોટ રેલ્વે ડિવીઝનના ૪ અધિકારીઓ સહિત ૭૭૫ કર્મચારીઓ પાસે ગેરકાયદે રેશનકાર્ડ અને બીપીએલ કાર્ડ હોવાનો ધડાકો
રેલ્વે બોર્ડમાં થયેલી ફરીયાદ અનુસંધાને ગરીબી રેખા નીચે આવતા કર્મચારીઓ પણ ગરેકાયદે રેશનકાર્ડના લાભ લેતા હોવાનું ખુલ્યું: તપાસનો ધમધમાટ : ભારતીય કાયદા કાનુની વિસંગતતાને કારણે આ પ્રશ્ન સર્જાયાનું જાણકારો કહે છે

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે ડીવીઝનના રાજકોટ, અમદાવાદ, બરોડા, ભાવનગર, રતલામ, મુંબઈ સહિતના વિભાગના ૭૭૫ કર્મચારીઓ ગેરકાયદે રેશનકાર્ડના બીપીએલ કાર્ડ લાભો લેતા હોવાનું ખુલતા સનસનાટી મચી જવા પામી છે. આ ૭૪૭ કર્મચારીઓ પૈકી રાજકોટના જ ત્રણ થી ચાર અધિકારીઓ પણ આ લીસ્ટમાં સમાવેશ હોવાનું ખુલતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મળતી માહિતી મુજબ રેલ્વે બોર્ડના પરિપત્રના આધારે પશ્ચિમ રેલ્વેના રાજકોટ સહિતના ડિવીઝનોમાં કાર્યરત કર્મચારીઓ પૈકી કોણ-કોણ ગરીબી રેખા હેઠળ નહી આવતા હોવા છતાં રેશનકાર્ડનો લાભ મેળવી રહ્યા છે? તે મુદ્ે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ ડિવીઝનના એપીએ (આસીસ્ટન્ટ પર્સનલ ઓફિસર) સુશ્રી ઉપાસના પટેલની સત્તાવાર યાદીમાં વેસ્ટર્ન રેલ્વેના ૭૭૫ કર્મચારીઓ કે જેઓ રેશનકાર્ડનો ગેરકાયદે લાભ મેળવી રહ્યા છે તેની યાદી પણ બહાર પાડવામાં આવી છે.
છેલ્લે મળતી માહિતી મુજબ તમામ ૭૭૫ કર્મચારીઓ રાજકોટ ડિવીઝનના જ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવાયના પશ્ચિમ રેલ્વેના ભાવનગર, વડોદરા, અમદાવાદ, રતલામ, મુંબઈ ડિવીઝનના કર્મચારીઓનો આ યાદીમાં સમાવેશ નથી.દરમિયાન રેલ્વેના એક અધિકારીએ આ બારામાં બિનસત્તાવાર રીતે બચાવ કરતાં જણાવ્યું હતું કે આ તમામ કર્મચારીઓ રેશનકાર્ડ અને બીપીએલ કાર્ડનો માત્ર ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરે છે કે કાર્ડધારકને મળતા લાભોનો પણ ગેરકાયદે લાભ મેળવે છે તે અંગે ડીકલેરેશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. આ મુદ્ે પણ સરકારી ધારાધોરણની સિસ્ટમ્સમાં રહેલી હોવાનું સમજાઈ રહ્યું છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
