હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રાઘવ ચઢ્ઢાએ રજૂ કર્યું ભારતનું ડિજિટલ મોડેલ: UPIથી લઈને ડિજિટલ અધિકારો પર મૂક્યો ભાર
IPUના ૧૨મા યુવા સંસદસભ્યોના વૈશ્વિક સંમેલનમાં ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચેસિસ્ટમ જોડવાના નિર્ણયની કરી જાહેરાત; ડિજિટલ અધિકારોના ચાર સ્તંભો સમજાવ્યા

નવી દિલ્હી: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે આયોજિત ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ના ૧૨મા ગ્લોબલ કોન્ફરન્સ ઓફ યંગ પાર્લામેન્ટરીયન્સમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા ડિજિટલ ક્ષેત્રે ભારતની અભૂતપૂર્વ પ્રગતિ અને મોડેલને વૈશ્વિક મંચ પર રજૂ કર્યું હતું. 'ડિજિટલ એજમાં ડિજિટલ ઍક્સેસ અને રાઇટ્સ' વિષય પર બોલતા તેમણે જણાવ્યું હતું કે, ૧ અબજથી વધુ કનેક્ટેડ લોકો અને UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) જેવા માધ્યમોથી ભારતે સાબિત કર્યું છે કે ડિજિટલ સ્કેલ અને સર્વસમાવેશી વિકાસ એકસાથે આગળ વધી શકે છે.
સંમેલનમાં સંબોધન કરતા રાઘવ ચઢ્ઢાએ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના ડિજિટલ સહયોગ અંગે એક મહત્વની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉઝબેકિસ્તાનના નેશનલ ઇન્ટરબેંક પ્રોસેસિંગ સેન્ટરે ભારતની UPI એપ્લિકેશન્સને ઉઝબેકિસ્તાનની UZQR સિસ્ટમ સાથે જોડવા સંમતિ દર્શાવી છે. આ સિસ્ટમ કાર્યરત થતાં ઉઝબેકિસ્તાનની મુલાકાતે જતા ભારતીય પ્રવાસીઓ કે વિદ્યાર્થીઓ કોઈ પણ અલગ ફોરેક્સ કાર્ડ કે કેશ વિના સીધા જ પોતાના ભારતીય બેંક ખાતામાંથી UPI મારફતે UZQR કોડ સ્કેન કરીને સરળતાથી ચૂકવણી કરી શકશે.
રાઘવ ચઢ્ઢાએ ભારપૂર્વક જણાવ્યું કે, ટેકનોલોજીનો સાચો હેતુ માત્ર મશીનોને સ્માર્ટ બનાવવાનો નથી, પરંતુ દેશના સૌથી ગરીબ કે દૂરના વિસ્તારમાં રહેતી વ્યક્તિ પાસે પણ અન્યો જેટલી જ ડિજિટલ ઍક્સેસ, સુરક્ષા અને તકો હોય તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે ભારતના ડિજિટલ અધિકારોના મોડેલને ૪ મુખ્ય સ્તંભો પર આધારિત ગણાવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
