<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સ્વાઈન ફ્લૂ અને કોરોનાવાયરસના 'ડબલ એટેક'થી ફેલાઈ રહી છે ચિંતા: શું એક જ સમયે થઈ શકે છે બંને વાયરસનો ચેપ? જાણો તબીબોનો અભિપ્રાય અને બચાવના ઉપાયો

H1N1 અને COVID-19 ના લક્ષણોમાં સમાનતા હોવાથી વધૂ જોખમ; માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા નિષ્ણાતોની વિશેષ સલાહ

નવી દિલ્હી : આજકાલ બદલાતા વાતાવરણ અને સ્વાસ્થ્ય સંબંધી પડકારો વચ્ચે સ્વાઈન ફ્લૂ (H1N1) ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાવાયરસ મહામારી બાદ આ પહેલો એવો સમય છે જ્યારે લોકોએ ફરીથી સ્વાસ્થ્ય સુરક્ષા માટે માસ્ક પહેરવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકોના મનમાં એક મોટો અને ગંભીર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું કોઈ વ્યક્તિને સ્વાઈન ફ્લૂ અને COVID-19 બંને એકસાથે થઈ શકે છે? તબીબી નિષ્ણાતોના મતે આ બંને વાયરસનો ખતરો એક સાથે શરી૨ પર હુમલો કરી શકે છે, જે સ્વાસ્થ્ય માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે.

 

ડૉક્ટર લેફ્ટનન્ટ કર્નલ સુમિત લાવણિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વ્યક્તિ એક જ સમયે H1N1 અને COVID-19 બંનેથી સંક્રમિત થઈ શકે છે. આ બંને વાયરસ અલગ-અલગ પ્રકારના છે; જ્યાં H1N1 ફ્લૂ એ 'ઇન્ફલ્યુએન્ઝા A' નામના વાયરસથી ફેલાય છે, તો બીજી તરફ COVID-19 એ 'SARS-CoV-2' વાયરસનું પરિણામ છે. આ બંને વાયરસના પ્રારંભિક લક્ષણો લગભગ સમાન જ હોય છે, જેના કારણે દર્દીઓ ઘણીવાર મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે.

 

આ ડબલ એટેકથી કેવી રીતે બચવું?

બંને વાયરસ શ્વસન તંત્ર પર સીધો હુમલો કરતા હોવાથી જો કોઈ વ્યક્તિ એકસાથે બંને સંક્રમણનો ભોગ બને, તો તેની રોગપ્રતિકારક શક્તિ પર ગંભીર અસર પડી શકે છે. આ જોખમથી બચવા માટે તબીબો ભીડભાડવાળી જગ્યાએ સાવચેતી રૂપે માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ ધોવા અને રોગપ્રતિકારક શક્તિ વધારતો ખોરાક લેવાની સલાહ આપે છે. જો શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય ટેસ્ટ કરાવવા અને સમયસર સારવાર લેવી અત્યંત આવશ્યક છે.

(8:56 PM IST)