તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 1st September 2026
ઓગસ્ટમાં GST કલેક્શન ૧૫% વધીને ૧.૯૯ લાખ કરોડ પર પહોંચ્યું
સરકારની તિજોરી છલોછલઃ સરકારને ઘેર નંદ ઘેર આનંદ ભયો

નવી દિલ્હી, તા.૧: ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહત અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓગસ્ટ મહિનામાં દેશના કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનમાં વાર્ષિક ધોરણે ૧૫ ટકાનો પ્રભાવશાળી વધારો નોંધાયો છે અને સરકારી તિજોરીમાં કુલ ૧.૯૯ લાખ કરોડ રૂપિયા જમા થયા છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે જીએસટી આવકમાં બે આંકડાકીય વળદ્ધિ જોવા મળી છે, જે દેશની મજબૂત આંતરિક માંગ અને વ્યાપારિક ગતિવિધિઓ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. આ આર્થિક ઉછાળા પાછળ વિદેશી આયાત પરના કરવેરાની મુખ્ય ભૂમિકા રહી છે, જ્યાં આયાતમાંથી મળતી જીએસટી આવકમાં ૨૯ ટકાનો તોતિંગ ઉછાળો આવીને આંકડો ૬૨,૬૦૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે સ્થાનિક કર વસૂલાત પણ ૯.૩ ટકા વધીને ૧.૩૭ લાખ કરોડ રૂપિયા થઈ છે.
એક તરફ કુલ વસૂલાતે રેકોર્ડ બનાવ્યા છે, તો બીજી તરફ સરકારે બિઝનેસમેનો અને કરદાતાઓને ઝડપથી રિફંડ ચૂકવતા કુલ રિફંડમાં ૬૭.૯ ટકાનો મોટો વધારો થયો છે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં રિફંડની રકમ વધીને ૩૧,૭૯૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કારણે ચોખ્ખી જીએસટી આવક વળદ્ધિ થોડી મર્યાદિત રહીને ૮.૩ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા સુધી સીમિત રહી હતી, તેમ છતાં નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનાના એકંદર આંકડાઓ ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે જેમાં કુલ જીએસટી વસૂલાત ૧૧ ટકા વધીને ૧૦.૪૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્યવાર પ્રદર્શન પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશે ૧૯ ટકા, તેલંગાણાએ ૧૬ ટકા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા આર્થિક દિગ્ગજ રાજ્યોએ મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું છે, જ્યારે આસામમાં કર વસૂલાતમાં અણધારી રીતે ૧૬૨ ટકાનો ઐતિહાસિક ઉછાળો નોંધાતા આヘર્ય ફેલાયું છે.
આ આર્થિક આંકડાઓ દેશના નાણાકીય સ્વાસ્થ્ય અને પારદર્શક કર પ્રણાલીના પ્રભાવને ઉજાગર કરે છે, જે ભવિષ્યના વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડે છે. જોકે તમિલનાડુ, ઓડિશા અને આંધ્રપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં કર સંગ્રહમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે ક્ષેત્રીય ભિન્નતા હજુ પણ પડકારરૂપ છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
