<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

તામિલનાડુના બાવન મોટા મંદિરોમાં કેમેરાવાળા મોબાઇલને પ્રવેશબંધી: રૂ. ૫માં સુરક્ષિત લોકર, દર્શન પહેલાં ફોન જમા કરાવવો પડશે

 

ચેન્નઈ, તા. ૧: તામિલનાડુમાં આજથી હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા બાવન મુખ્ય મંદિરોમાં કેમેરાની સુવિધાવાળા મોબાઇલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે. 

 

મંદિરની પવિત્રતા અને શાંત આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે તેમજ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયો અને રીલ બનાવવાની પ્રવૃત્તિ અટકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. 

 

ભક્તો માટે મંદિરના પ્રવેશદ્વાર નજીક મોબાઇલ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રતિ ફોન રૂ. ૫નો ચાર્જ લેવામાં આવશે. જોકે ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ મંત્રી રમેશે સ્પષ્ટ કર્યું છે કે કેમેરાની સુવિધા વિનાના સામાન્ય ફોન ઉપર પ્રતિબંધ લાગુ નહીં પડે. 

 

પલાની, તિરુચેન્દુર, મદુરાઈ અને રામેશ્વરમમાં અગાઉથી આવી વ્યવસ્થા અમલમાં હતી. હવે મદુરાઈ મીનાક્ષી મંદિર, શ્રીરંગમ, તિરુવન્નામલાઈ, ચેન્નઈના કપાલેશ્વરર મંદિર સહિત કુલ ૫૨ મોટા મંદિરોને આવરી લેવાયા છે. આ પગલું અગાઉના અદાલતી નિર્દેશોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયું છે.

 

ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતે આવેલા વીરપુર જલારામ બાપાના મંદિર સહિત અનેક મંદિરોમાં આ વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે વર્ષોથી ચાલી આવે છે.

(1:21 PM IST)