તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
નેપાળમાં એક જ ઘરમાંથી ૨૩ મૃતદેહો મળી આવ્યા
૪,૦૦૦ લોકો હજુ પણ ગુમ, મૃત્યુઆંક ૯૬૨ પર પહોંચ્યો : રાસુવા જિલ્લાના ઉત્તરગયા ગામમાં લગભગ ૩૫૦ વિદ્યાર્થીઓ ગુમ

કાઠમંડુ તા.૧: નેપાળમાં આવેલા વિનાશક પૂરને ઘણા દિવસો વીતી ગયા છે પરંતુ વિનાશ ભયાનક છે. વિખરાયેલા કાટમાળમાં બચી ગયેલા લોકોની શોધ હજુ પણ ચાલુ છે. લગભગ ૪,૦૦૦ લોકો ગુમ છે, અને બચાવ એજન્સીઓ અનુસાર, અત્યાર સુધીમાં આશરે ૯૬૨ મૃતદેહો મળી આવ્યા છે. મંગળવારે નુવાકોટ જિલ્લામાં બચાવ કામગીરી દરમિયાન હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું.
નુવાકોટ જિલ્લાના વેત્રાવંતી ખાતે એક જ ઘરમાંથી ૨૩ મૃતદેહો મળી આવ્યા. નેપાળના પૂરની અસર ભારતીય નદીઓમાં પણ દેખાઈ રહી છે. ભારતીય સરહદે વહેતી ગંડક નદીમાં ૨૩ મૃતદેહો મળી આવ્યા છે. ભારત હવે આ મૃતદેહો નેપાળી એજન્સીઓને સોંપવાની તૈયારી કરી રહ્યું છે.
નેપાળમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક અને મૃતદેહોની સંખ્યા દરરોજ વધી રહી છે. આ દુર્ઘટનાને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ ગુમ થયેલા લોકોની સંખ્યા હજુ પણ હજારોમાં છે. કુલ અંદાજે ૪,૦૦૦ લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. રાસુવા જિલ્લાના ઉત્તરગયા ગામમાં લગભગ ૩૫૦ વિદ્યાર્થીઓ ગુમ છે.
ત્રિશુલી ૩ખ્ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ચાલીસથી બેતાલીસ એન્જાિનિયરો પણ ફસાયેલા છે. છઠ્ઠા દિવસે પણ બચાવ કામગીરી શરૂ થઈ નથી. એવું જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના સમયે પ્રોજેક્ટમાં આશરે ૪૦ થી ૪૨ એન્જિનિયરો કામ કરી રહ્યા હતા. ત્રિશુલી 3B હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પણ આવી જ સ્થિતિ છે.
ત્રિશુલી ૩ગ્ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં હજુ પણ ૧૧૮ લોકો ફસાયેલા છે. ત્રિશુલી ૩ગ્ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ફસાયેલા ૧૧૮ લોકોમાં એન્જિનિયરો, અન્ય અધિકારીઓ અને કામદારોનો સમાવેશ થાય છે. તેમની સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી.
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે રોગચાળાનો ભય વધુ ઘેરો બન્યો છે. દુર્ઘટનાના સાત દિવસ પછી, દુર્ગંધ ફેલાવા લાગી છે. તેનું કારણ કાટમાળ અને કળણમાં દટાયેલા મૃતદેહોનું વિઘટન હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં, એજન્સીઓ સામે હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી, સ્વચ્છતા અને રોગચાળાને રોકવાના પડકારો ઉભા થયા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
