<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

પીએમ મોદીની પુતિનને શાંતિ અપીલ: "આ અનંત યુદ્ધનો હવે અંત આવવો જ જોઈએ!"

ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ યુક્રેન સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી અને કાર ડિપ્લોમસીથી વિશ્વને ભારત-રશિયાની અતૂટ દોસ્તીનો પરિચય આપ્યો

નવી દિલ્હી :  કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ મધ્યે ભારત અને રશિયા વચ્ચેની સંબંધોની ઊંડાઈએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અલા-આર્ચા સ્ટેટ નિવાસસ્થાનના ઐતિહાસિક "અક્સાકલ મીટિંગ રૂમ" ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી આ હાઈ-પ્રોફાઈલ દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશોએ ઉર્જા પુરવઠા, દ્વિપક્ષીય વેપાર અને સુરક્ષા જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરી હતી. જોકે, આખી બેઠકનો સૌથી મોટો હાઇલાઇટ પોઇન્ટ પીએમ મોદીની રશિયા-યુક્રેન યુદ્ધ પરની સરાસરી અને સ્પષ્ટ અપીલ રહી હતી, જેણે વૈશ્વિક રાજકારણમાં શાંતિનો એક મજબૂત સંદેશ આપ્યો છે.

પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સામે સ્પષ્ટ શબ્દોમાં ભાર મૂક્યો હતો કે આ અનંત ચાલી રહેલા યુદ્ધનો હવે સત્વરે અંત લાવવાનો સમય આવી ગયો છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે યુદ્ધનો દરેક દિવસ માનવતા અને માનવ અધિકારોને પાછળ ધકેલે છે અને ભારતે શરૂઆતથી જ તમામ પ્રકારના શાંતિપૂર્ણ ઉકેલોનો આધાર રાખ્યો છે. સામે પક્ષે, રાષ્ટ્રપતિ પુતિને ભારત સાથેની આર્થિક અને વેપાર વૃદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં સ્વીકાર્યું કે બંને દેશો વચ્ચે પ્રવાસન અને દ્વિપક્ષીય ભાગીદારી યોગ્ય દિશામાં વધી રહી છે. પુતિનનું આ મજબૂત વલણ અને પીએમ મોદીનું શાંતિ વિઝન દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંચ પર એક નિર્ણાયક મધ્યસ્થ તરીકે ઊભરી રહ્યું છે.

આ ઔપચારિક વાટાઘાટો બાદ અનોખી "કાર ડિપ્લોમસી" એ આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બેઠક પૂર્ણ થયા પછી, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન અલગ-અલગ પ્રોટોકોલ વાહનોમાં જવાને બદલે "નોમાડ ગેમ્સ" ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે એક જ કારમાં સવાર થઈને રવાના થયા હતા. બંને મહાન નેતાઓ વચ્ચેની આ સહજ અને ગાઢ વ્યક્તિગત મિત્રતાએ પશ્ચિમી દેશો સહિત સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે ભારત-રશિયા સંબંધો ઔપચારિક કરારોથી પણ પર છે. આ દ્રશ્યથી સ્પષ્ટ થઈ ગયું કે રશિયા સામેના વૈશ્વિક દબાણ છતાં નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેની મિત્રતા અકબંધ રહી છે.

(10:18 PM IST)