News of Monday, 24th August 2026
2040 સુધીમાં ભારતના રાસાયણિક ક્ષેત્રને $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાબનાવાશે
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાસાયણિક ક્ષેત્ર પર સીઈઓની બેઠકની અધ્યક્ષતા કરી: 30 થી વધુ મુખ્ય ભારતીય અને વૈશ્વિક રાસાયણિક કંપનીઓના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાસાયણિક ક્ષેત્ર પર સીઈઓની ઉચ્ચ સ્તરીય ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી હતી . આ બેઠકમાં 2040 સુધીમાં ભારતના રાસાયણિક ક્ષેત્રને $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સરકાર અને ઉદ્યોગે ભારતને રાસાયણિક ઉત્પાદન અને નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરી હતી . 30 થી વધુ મુખ્ય ભારતીય અને વૈશ્વિક રાસાયણિક કંપનીઓના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉદ્યોગે રોકાણ વધારવા, સંશોધન અને વિકાસ અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવા અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમના અમલીકરણની માંગ કરી હતી. સરકારે ઉદ્યોગને ખાતરી આપી હતી કે તે તેમની ચિંતાઓને દૂર કરશે અને રોકાણ અને નવીનતા માટે અનુકૂળ વાતાવરણ બનાવશે. બેઠકમાંથી ઉદ્ભવતા સૂચનોના આધારે ભાવિ નીતિ અને રોકાણ માળખા ઘડવામાં આવશે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
