News of Monday, 24th August 2026
મહારાષ્ટ્રમાં ટેકરી પર બનેલી કરૂણાંતિકામાં નવો વળાંક: "તમને સાચી હકીકતની ખબર જ નથી", બાળકની માસીએ આઈફોનની વાતને અફવા ગણાવી ફગાવી
માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવા સોશિયલ મીડિયા પર ફેક વીડિયો ન બનાવો; પરિવારે 3 સભ્યો ગુમાવ્યાનું ભારે દુઃખ: મૃતક કિશોરની માસી પલ્લવી પાટીલની ભાવુક અપીલ

છત્રપતિ સંભાજીનગર: તા.24 મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) નજીક ખાવડ્યા ટેકરી (ખાવડ્યા ડુંગર) પરથી એક જ પરિવારના ત્રણ સભ્યો પટકાતાં થયેલા કરુણ મોતની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ ગંભીર ત્રિપલ ડેથ કેસમાં સોશિયલ મીડિયા પર એવી વાતો વહેતી થઈ હતી કે 18 વર્ષના પુત્ર કુણાલ ચાંદગુડેએ આઈફોન ખરીદવાની માંગણી પૂરી ન થતાં પિતા અને માતા સાથે ટેકરી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, હવે આ મામલે મૃતકની માસી પલ્લવી પાટીલે એક અત્યંત ભાવુક વીડિયો જાહેર કરીને આ તમામ દાવોઓને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધા છે.
મૃતક સંગીતાની બહેન પલ્લવી પાટીલે રડતાં રડતાં વીડિયોમાં જણાવ્યું હતું કે, "લોકો કોઈ પણ જાણકારી વિના સોશિયલ મીડિયા પર માત્ર વ્યુઝ અને લાઈક્સ મેળવવા માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. મારી બહેન સંગીતા, બહેનોઈ મુરલીધર અને ભાણો કુણાલ હવે આ દુનિયામાં નથી રહ્યા. અમારા આખા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે અમે ત્રણેયની અસ્થિઓ એકઠી કરવા જઈ રહ્યા હતા ત્યારે અમારા મોબાઈલ પર આવી અફવાઓવાળા વીડિયો આવી રહ્યા હતા, જેને જોઈને અમારું હૃદય બેસી ગયું હતું." તેમણે લોકોને વિનંતી કરી છે કે સત્ય જાણ્યા વિના પરિવારને વધારે માનસિક યાતના ન આપો.
બીજી તરફ આ કેસની તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આઈફોનની માંગ જ આ ઘટના પાછળનું એકમાત્ર કારણ નથી. ડીસીપી પંકજ અતુલકરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક મતભેદો અને પારિવારિક વિવાદો બહાર આવ્યા છે. જોકે, પોલીસે સ્વીકાર્યું હતું કે ગયા વર્ષે (2025માં) પણ કુણાલ આઈફોન માટે આ જ ટેકરી પર પહોંચ્યો હતો, પરંતુ તે વખતે પોલીસે તેને સમજાવીને બચાવી લીધો હતો. પરંતુ આ વખતે બનેલી ઘટના પાછળ અન્ય ઊંડા પારિવારિક કારણો હોવાની આશંકા છે, જે અંગે પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
