News of Monday, 24th August 2026
ગાઝામાં ફરી ઇઝરાયલી હવાઈ હુમલાનો કહેરઃ ચાર વર્ષના બાળક સહિત બેના મોત, સાત ઘાયલઃ યુદ્ધવિરામ વચ્ચે તણાવ ફરી ભડક્યો

ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા બે પેલેસ્ટિનીઓનાં મોત અને સાત લોકો ઘાયલ થયાનું પેલેસ્ટિની આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે. મધ્ય ગાઝાના ઝવાયદા વિસ્તારમાં એક ઈમારત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે નુસૈરાત શરણાર્થી શિબિર વિસ્તારમાં પણ હુમલો થયો હતો. ઇઝરાયલે જણાવ્યું કે ગાઝામાંથી ડ્રોન, પતંગ અને ફુગ્ગા છોડવાની ઘટનાઓના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હમાસ સામે વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ગયા ઓક્ટોબરથી અમલમાં આવેલા અમેરિકી સમર્થિત યુદ્ધવિરામ છતાં છૂટાછવાયા ઘાતક હુમલા ચાલુ રહેતાં શાંતિપ્રક્રિયા સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
