News of Monday, 24th August 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૪

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
સુખને ધન સાથે કોઇ સંબંધ નથી
સુખને સંબંધ છે જીવનની બીજી કેટલીક ગહન વાતો સાથે- તમારી સંવેદના તીવ્ર હોવી જોઇએ, - તમારો બોધ ગહન હોવો જોઇએ, - તમને જીવન જીવવાની કળા હસ્તગત હોવી જોઇએ, - તમારા જીવનમાં સંતોષ હોવો જોઇએ. જીવનનો આ એક તદ્ન ભિન્ન આયામ છે. જે વ્યકિતએ ઉચ્ચતમનો સ્વાદ લીધો તે પછી નિમ્ન માટે તૈયાર નહીં થાય. જેણે થોડો અમથો પણ રામરસ ચાખ્યો, તેને કામમાં રસ નહીં પડે. જેને ધ્યાનના થોડા તરંગો સ્પર્શી ગયા તેની ધનની પકડ શિથિલ થવા લાગશે. હંમેશા ખ્યાલમાં રાખજો- વિરાટ પ્રથમ સંભવે છે, ત્યાર બાદ જ ક્ષુદ્ર છૂટે છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
