<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અંગ્રેજી વર્ણમાળાના ૨૬ અક્ષરો ૯ સેકન્‍ડમાં લખીને બનાવ્‍યો વિક્રમ

આરા તા.૨૪: બિહારના આરા શહેરમાં રહેતા રવિ કુમારે પોતાની લખવાની સ્‍પીડનો અનોખો રેકોર્ડ બનાવ્‍યો છે. રવિના હાથમાં પેન આવે એ પછી તે તમે પલકારો મારો એટલી વારમાં તો બે-ત્રણ લાઇનો લખી નાખી શકે. ઝટપટ લખવા માટે થઈને તેણે ખાસ તાલીમ પણ લીધી છે. તાજેતરમાં રવિએ અંગ્રેજી વર્ણમાળાના ૧૬ મોટા અક્ષરો માત્ર ૯ સેકન્‍ડમાં લખીને ઇન્‍ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‍સમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે. રવિ શિક્ષક છે અને આરા શહેર પાસેના ગામમાં ભણાવે છે. રવિ માત્ર ૯ સેકન્‍ડમાં ૨૬ અક્ષરો સ્‍પષ્ટ વાંચી શકાય એ રીતે સ્‍વચ્‍છ અક્ષરોમાં લખી શકે છે.

(10:02 AM IST)