News of Thursday, 20th August 2026
PoK માં પાકિસ્તાની સેનાના દમન સામે ભીષણ વિરોધ: માનવાધિકાર કાર્યકર્તાએ પાકિસ્તાનનો પર્દાફાશ કરતા કહ્યું– "ત્યાંના લોકો પ્રાણીઓ જેવું જીવન જીવવા મજબૂર, ભારત હેઠળના જમ્મુ-કાશ્મીર સાથે કોઈ સરખામણી જ નથી"
અન્ન-જળ બંધ કરીને ૧૦૦ થી વધુ પ્રદર્શનકારીઓની હત્યા; JAAC એ શરૂ કર્યું નાગરિક અસહકાર આંદોલન, કર અને વીજળી બિલ ન ભરવા અપીલ

નવી દિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાની સેના અને વહીવટીતંત્રના અત્યાચારો સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. માનવાધિકાર કાર્યકર્તા અને નેશનલ ઇક્વાલિટી પાર્ટી (NEP-JKGBL) ના અધ્યક્ષ પ્રોફેસર સજ્જાદ રાજાએ પાકિસ્તાનના ક્રૂર શાસનનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે PoK માં લોકોને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ નસીબ નથી અને તેઓ પ્રાણીઓ જેવું જીવન જીવવા મજબૂર છે. ભારતમાં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અભૂતપૂર્વ વિકાસ અને રોકાણ આવ્યું છે, જેની સરખામણીમાં PoK ની સ્થિતિ અત્યંત દયનીય છે.
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ચાલતા આ વિરોધ પ્રદર્શનોમાં પાકિસ્તાની સેનાએ અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરી છે અને લોકોને ડરાવવા અન્ન અને પાણીનો પુરવઠો પણ રોકી દીધો છે. આ દમનના વિરોધમાં સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC) એ હવે 'નાગરિક અસહકાર ચળવળ' ની જાહેરાત કરી છે. જેએએસીના નેતા સરદાર અમાન ખાને જનતાને ટેક્સ અને વીજળીના બિલ ન ભરવા તથા સરકારી કચેરીઓ અને શાળાઓનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. મોંઘવારી, દાયકાઓથી ચાલતા લશ્કરી જુલમ અને લોટ-વીજળીની અછત સામે આંદોલન કરી રહેલી જનતાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ હવે ગોળીઓના શાસન સામે ઝૂકશે નહીં.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
