News of Wednesday, 19th August 2026
માનસ એ હાર્ડ નહિ, હાર્ટ યુનિવર્સિટી છેઃ પૂ.મોરારીબાપુ
અમેરીકાના બોસ્ટન શહેરના હાર્વર્ડ યુનિવર્સિટીમાં માનસ ગુરૂપ્રસાદ શ્રીરામ કથાનું ગાન

રાજકોટ, તા. ૧૯ : અમેરિકાના બોસ્ટન શહેરની હાર્વડ યુનિવર્સિટીના પ્રાંગણમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ ગુરૂપ્રસાદ' રામકથામાં ગઇકાલે ચોથા દિવસના પ્રેમ-સંવાદને આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે ખૂબ જિજ્ઞાસાઓ-પ્રશ્નો પૂછાયા છે! તમે સવાલ કરો છો પણ હું તો સંવાદ કરૂં છુ઼. પ્રશ્નઃ બાપુ, ઘરમાં શાંતિ નથી. જવાબ : મોટાભાગની પરિસ્થિતિ આવી છે. ઘરમાં શાંતિ નથી એટલે તો કથામાં આવો છો. શાંતિ નથી, એનું કારણ-રાગ-દ્વેષ-ઇર્ષા-અસંતોષ વગેરે... ઘરમાંથી અને ઘરમાંથી રાગ-દ્વેષ નીકળી જાય તો ઘરમાં શાંતિ સ્થપાય. ગુરૂપ્રસાદનો આશ્રય કરો, અને ગુરૂપ્રસાદ માટે ગુરૂના દ્વારે જવું પડે, એ કોઇ હાટ (દુકાન) પર નથી મળતો.
બીજો પ્રશ્નઃ બાપુ, કૃષ્ણમાં સોળકળા છે તો રામ, શિવ અને હનુમાનજીમાં કેટલી કઇ કલાાઓ છે ? જવાબઃ કૃષ્ણ તો પૂર્ણ પુરૂષોત્તમ છે. જયારે રામ પૂર્ણ અવતારી છે, શિવજી પણ ‘સકલ કલાગુણનિધાન' છે. હનુમાનજીમાં સોળ રસ છે. મેં ‘માનસ હનુમાન ચાલીસા' પર રામકથાનું ગાન કર્યુ છે, હજી એક કથા બાકી છે, એ કથા વખતે હનુમાનજીમાં નવરસ છે એનો સંવાદ કરીશું પણ હનુમાનજીમાં મધુર રસ છે. એ દસમો રસ છે અને બીજા છ રસ, હનુમાનજીમાં ષટ્્રસ છે (૧) મૌન રસ (ર) કથારસ (૩) સેવારસ (૪) વાત્સલ્ય રસ (પ) સખ્ય રસ (સખા રસ) અને (૬) રાસ રસ-નૃત્યુ રસ.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે, માનસમાં ‘સદ્્ગુરૂ' શબ્દ ૪ વખત પ્રયોજાયો છે. માનસ એ હાર્ડ યુનિવર્સિટી નથી, એ હાર્ટ યુનિવર્સિટી છે.
જય વસાવડાને કોઇએ પૂછ્યું હતું કે બાપુ, હજી પણ કથા કેમ કરે છે? હવે હું બાકી છે, બધું પ્રાપ્ત છે તો ય કેમ કથાઓ કરે છે ? જયભાઇએ સરસ જવાબ આપ્યો કે -કથારસનું પાત્ર છલકાય-ઉભરાય છે એટલે બાપુ સૌને વ્હેંચે છે, એટલે કથા કરે છે... શ્રવણ પણ એક રસ છે, રસામૃત છે. સુભાષ ભટ્ટ સાથે સંવાદ થતો હતો ત્યારે એમણે એક સવાલ કર્યો હતો કે બાપુ તમે સત્ય, પ્રેમ, કરુણાની વાત કરો છો પણ એમાં સૌંદર્ય કયાં ? મેં કહ્યું : પરમ સત્ય, પરમ પ્રેમ અને પરમ કરૂણાએ માણસને વધારે સુંદર બનાવે છે માત્ર સત્ય નહીં પણ પરમ સત્ય અત્યંત -અત્યંત-અત્યંત સુંદર હોય છે. તો પરમ પ્રેમમાં મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર નથી હોતા, કરુણા પણ કયારેક-કયારેક કઠોર હોય છે પણ પરમ કરૂણા કયારેય કઠોર નથી હોતી, એ તો કાયમ-સદૈવ અત્યંત સુંદર હોય છે.
સ્વામી અચ્ચિદાનંદજી (દાંગલી આશ્રમ) એ દર્શન વિશે સરસ વાત લખી છે કે દર્શન આટલા પ્રકારના હોય છે. દેશ દર્શન, વિદેશ દર્શન, વિશ્વદર્શન, સાધુ દર્શન, દેવદર્શન અને આત્મદર્શન એટલે કે નિજદર્શન.
ગુરૂકૃપાથી અને બુધ્ધપુરૂષ સાથે સંવાદોથી શાષાો અને વિદ્વાનો પ્રવચન પુસ્તકોમાંથી તલગાજરડાને ‘ગુરૂપ્રસાદાષ્ટક' મળ્યું છે, એ અષ્ટક (કવિતા નથી, ગદ્ય છે) આ પ્રમાણે છે... શિક્ષા, દંડના અર્થમાં નહીં પણ ગુરૂપ્રસાદ તરીકે ગુરૂ આપણને શિક્ષા- આપે છે. દિક્ષા, ભિક્ષા, પ્રતિક્ષા, સમીક્ષા, પરીક્ષા...ગુરૂ આપણી પરીક્ષા પણ કરે છે.
તુલસીદાસજીના ગુરૂકોણ? શ્રી ગુરૂ એટલે જાનકીજી શ્રી હરી એટલે તુલસીજીના ગુરૂ, કુલગુરૂ-એટલે વસિષ્ઠજી, રામચરીત માનસ એ શાષા સદગુરૂ છે. રામ-કૃષ્ણ જગદગુરૂ છે અને આખુ ત્રિભુવન ગુરૂ છે. ેએ તુલસીજીના પરમગુરૂ છે. (૯.૧૫)
મનોજ જોશી-‘મજો' રાજકોટ
મો.૮૧૪૦ર ૧૩૧૩૦, ૯૪ર૬ર ૪ર૧૧પ.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
