News of Thursday, 13th August 2026
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી હોનારત: THDC ની વિષ્ણુગઢ પીપલકોટી ટનલ ધરાશાયી થતાં અનેક શ્રમિકો ફસાયા!
ભારે ભૂસ્ખલનને કારણે ટનલમાં કાટમાળ ધસી પડ્યો; ૮ મજૂરોને ઉગારી લેવાયા, SDRF અને રાહત ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

ચમોલી : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક અત્યંત કરુણ અને ભયાનક અકસ્માત સર્જાયો છે. THDCના વિષ્ણુગઢ પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હેઠળ નિર્માણાધીન ટનલમાં અચાનક મોટું ભૂસ્ખલન થતાં ટનલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટના સર્જાતાં જ કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં મજૂરો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. અત્યાર સુધીમાં અત્યંત સાહસિક કામગીરી કરીને ૮ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે, ટનલની અંદર હજુ પણ ૧૪ થી વધુ શ્રમિકો ફસાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે બચાવ કાર્ય વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર પોતે ઘટનાસ્થળે દોડી ગયા છે અને સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને સ્થાનિક પોલીસની ટુકડીઓ આધુનિક મશીનરી સાથે ટનલમાંથી કાટમાળ હટાવવા અને ફસાયેલા કામદારો સુધી ઓક્સિજન સહિતની જરૂરી સુવિધાઓ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
