તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 11th August 2026
મહારાષ્ટ્રના પાલઘરમાં હૃદય કંપાવનારી ઘટના: ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ કરી ૬ નરાધમો દ્વારા ગેંગરેપ!
મિત્ર સાથે હાઇવે પર ઉભેલી યુવતીને બાઇક પર આવેલા શખ્સો વિવશ કરી અવાવરૂં બંગલામાં ખેંચી ગયા; પોલીસે ૧ આરોપીની કરી ધરપકડ

પાલઘર : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવી દે તેવી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીંના તલાસરી તાલુકામાં ૧૯ વર્ષની એક યુવતીનું અપહરણ કરીને ૬ પુરુષો દ્વારા તેના પર સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે સંતોષ અને આક્રોશ ફેલાયો છે.
હાઇવે પરથી યુવતીનું અપહરણ
મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે તલાસરી તાલુકામાંથી પસાર થતા હાઇવે પર બની હતી. ૧૯ વર્ષીય પીડિતા તેના એક મિત્ર સાથે રસ્તાની બાજુમાં ઉભી હતી, ત્યારે બે મોટરસાઇકલ પર સવાર થઈને ૬ અજાણ્યા નરાધમો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓ યુવતીને બળજબરીપૂર્વક ઉપાડીને નજીકમાં આવેલા એક ત્યજી દેવાયેલા (અવાવરુ) બંગલામાં લઈ ગયા હતા, જ્યાં તમામ આરોપીઓએ તેના પર વારાફરતી જાતીય હુમલો કર્યો હતો.
પોલીસ કાર્યવાહી: એકની ધરપકડ, ૩ ની અટકાયત
આ ભયાનક ઘટના બાદ પીડિતાએ હિંમત ભેગી કરીને તલાસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચક્ર ગતિમાન કર્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ૩ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. બાકીના ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચારેય તરફ જાળ બિછાવી છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
