<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું ! ૨૮ કરોડ લોકોએ લોન લીધી

ભારતીય પરિવારોનું દેવું રૂા.૪.૭૭ લાખ કરોડ સુધી પહોંચ્‍યું : ગોલ્‍ડ લોનમાં ૬૦૦ ટકાનો ઉછાળો : લોકસભામાં નાણાં રાજ્‍યમંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા આંકડા મુજબ, વ્‍યક્‍તિ દીઠ સરેરાશ દેવું રૂા. ૪,૭૭,૫૮૩ થયું છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં કુલ પર્સનલ બેંક લોન રૂા. ૬૯.૩૯ લાખ કરોડ થઈ

નવી દિલ્‍હી તા.૧૧: આજના આધુનિક યુગમાં સરળ હપ્તા અને તાત્‍કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનનું સ્‍વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્‍યું છે. એક સમયે બચત પર નિર્ભર રહેતો ભારતીય મધ્‍યમ વર્ગ હવે પોતાની જરૂરિયાતો અને લાઇફસ્‍ટાઇલ માટે ક્રેડિટ એટલે કે ઉધાર નાણાં પર નિર્ભર થઈ રહ્યો છે.

લોકસભામાં નાણાં રાજ્‍યમંત્રી પંકજ ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ(લોન લેનારા સક્રિય ગ્રાહકો)ની સંખ્‍યા ૨૮.૩ કરોડને પાર કરી ગઈ છે, જ્‍યારે વ્‍યક્‍તિ દીઠ સરેરાશ દેવું વધીને રૂ. ૪,૭૭,૫૮૩ પર પહોંચી ગયું છે.

સંસદમાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડાઃ રૂ.૬૯.૩૯ લાખ કરોડનું પર્સનલ ક્રેડિટ રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા અને ક્રેડિટ બ્‍યુરો TransUnion CIBILના ડેટાના આધારે સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ પર્સનલ બેંક લોનનો આંકડો રૂા. ૬૯.૩૯ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.

રિઝર્વ બેંક દ્વારા ટ્રેક કરવામાં આવતા વિવિધ ક્રેડિટ સેક્‍ટર્સમાં સૌથી વધુ વિસ્‍ફોટક વૃદ્ધિ સોનાના ઘરેણાં સામે અપાતી લોનમાં જોવા મળી છે. છેલ્‍લા ૪ વર્ષમાં ગોલ્‍ડ લોનમાં સીધો ૬ ગણો ઉછાળો આવ્‍યો છે, જે દર્શાવે છે કે પરિવારો પોતાની ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરમાં રહેલા સોનાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.

હોમ લોન હજુ પણ ધિરાણનો મજબૂત આધાર ડેટા દર્શાવે છે કે કુલ પર્સનલ ક્રેડિટમાં સૌથી મોટો હિસ્‍સો હજુ પણ હાઉસિગ લોનનો છે. માર્ચ ૨૦૨૨માં જે હોમ લોન રુા.૧૭.૩૮ લાખ કરોડ હતી તે માર્ચ ૨૦૨૬માં વધીને રૂા.૩૩.૫૫ લાખ કરોડ થઈ ગઈ છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે સરળ ક્રેડિટના આ જમાનામાં ભારતીય પરિવારો માટે આ ધિરાણ આર્થિક સમૃદ્ધિનો માર્ગ બનશે કે પછી લાંબા ગાળે દેવાનો મોટો બોજ?

ક્ષેત્રવારપર્સનલ ક્રેડિટ ધિરાણ (રૂપિયા કરોડમાં)

લોનની કેટેગરી        માર્ચ ૨૦૨૨           માર્ચ ૨૦૨૪        માર્ચ ૨૦૨૬ ૪-વર્ષની વૃદ્ધિનો ટ્રેન્‍ડ

 

હાઉસિગ લોન (હોમ લોન)    રૂા.૧૭,૩૮,૪૭૩  રૂા.૨૭,૧૮,૭૧૨ રૂા.૩૩,૫૫,૯૬૩    રીટેલ ક્રેડિટનો મુખ્‍ય આધાર

અન્‍ય પર્સનલ લોન્‍સ   રૂા.૯,૦૧,૫૯૫  રૂા.૧૪,૨૭,૮૭૨  રૂા.૧૭,૩૧,૮૩૮   વપરાશી ખર્ચ માટે ભારે મજબૂત માંગ

વ્‍હીકલ લોન્‍સ (વાહન લોન)  રૂા.૪,૦૪,૭૫૬  રૂા.૫,૭૩,૩૯૧     રૂા.૭,૩૮,૬૭૮      ઓટો સેક્‍ટરમાં સ્‍થિર ફાઇનાન્‍સિંગ

ગોલ્‍ડ જ્‍વેલરી લોન્‍સ   રૂા.૭૪,૭૩૮    રૂા.૯૩,૩૦૧              રૂા.૪,૬૧,૩૭૩      સૌથી મોટો ૬ ગણો (૬૦૦%) ઉછાળો

એજ્‍યુકેશન લોન્‍સ      રૂા.૮૩,૬૯૩    રૂા.૧,૧૯,૩૮૦       રૂા.૧,૫૫,૮૨૪ વર્ષાનુવર્ષ સતત વૃદ્ધિ

કન્‍ઝ્‍યુમર ડ્‍યુરેબલ્‍સ લોન રૂા.૧૭,૮૩૪       રૂા.૨૩,૪૪૫                   રૂા.૨૧,૯૬૨    પ્રારંભિક ઉછાળા બાદ સ્‍થિર

કુલ પર્સનલ ક્રેડિટ      રૂા.૩૪,૬૬,૦૭૫       રૂા.૫૩,૪૬,૬૯૧       રૂા.૬૯,૩૯,૭૫૦       ૪ વર્ષમાં ધિરાણ બમણું થયું

(10:36 AM IST)