<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

'કાશ તેઓ સરમુખત્યાર હોત!': પીએમ નરેન્દ્ર મોદી અંગે રૂપાલી ગાંગુલીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર મોટો બબાલ!

'અનુપમા' ફેમ અભિનેત્રીના નિવેદન બાદ ટ્રોલર્સના નિશાના પર આવી; ભાજપમાં જોડાયા બાદ આપેલા આ નિવેદનને લઈને યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી ભારે વિરોધ નોંધાવ્યો.

મુંબઈ : ટીવી સીરિયલ 'અનુપમા'થી દેશના ઘરેઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપેલી એક અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ભારે ચર્ચામાં આવી ગઈ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે, "હું ઈચ્છું છું કે પીએમ મોદી થોડા સરમુખત્યાર (ડિક્ટેટર) હોત." તેના આ વિધાન બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સ અને યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને તેને કડક વિરોધ તથા ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

રૂપાલી ગાંગુલી, જેઓ થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા, તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને દેશ માટેના તેમના વિઝનની પ્રશંસા કરતા આ વાત કહી હતી. જોકે, તેમાં 'સરમુખત્યાર' શબ્દનો ઉપયોગ કરવા બદલ લોકોએ તેમને આડેહાથ લીધા છે. સોશિયલ મીડિયા પર વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે લોકશાહી દેશમાં સરમુખત્યારશાહીની ઈચ્છા રાખવી તે બંધારણ અને લોકશાહી મૂલ્યોનું અપમાન છે.


સોશિયલ મીડિયા પર વિરોધનો વંટાળ
અભિનેત્રીના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સે લખ્યું કે એક જાહેર સેવક અને લોકપ્રિય કલાકાર તરીકે તેમણે પોતાના શબ્દોની પસંદગી ખૂબ વિચારીને કરવી જોઈતી હતી. જ્યારે બીજી તરફ તેના સમર્થકોનું કહેવું છે કે રૂપાલી ગાંગુલીનો કહેવાનો અર્થ દેશમાં કડક શિસ્ત અને અમલીકરણ લાવવાનો હતો, સરમુખત્યારશાહી સ્થાપવાનો નહીં.

આ વિવાદ વધુ ઘેરો બનતાં મનોરંજન અને રાજકીય જગતમાં આ વિષયે ચર્ચા જગાડી છે, પરંતુ આ સમગ્ર ટ્રોલિંગ અને વિરોધ અંગે રૂપાલી ગાંગુલી તરફથી હજુ સુધી કોઈ નવી સ્પષ્ટતા સામે આવી નથી.

(6:10 PM IST)