તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
પીએમ મોદીનો વીડિયો બ્લોક કરતા ભારત સરકાર લાલઘૂમ!: ઝુકરબર્ગને ૩ દિવસનું અલ્ટીમેટમ
માફી નહીં માંગે તો ફેસબુક-મેટા પર થશે કડક કાર્યવાહીઃ‘સેફ હાર્બર' સુરક્ષા છીનવીને ફોજદારી ગુનો નોંધવાની ચેતવણી

નવી દિલ્હી, તા.૫: ડિજિટલ દુનિયા પર પોતાના કાયદાનો રોફ જમાવતી અમેરિકી ટેક કંપની મેટા અને ભારત સરકાર વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંગ્રામ શરૂ થઈ ગયો છે. ફેસબુક પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો અચાનક ગાયબ થઈ જતાં કેન્દ્ર સરકારે આંખ લાલ કરી છે. સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેના નેતળત્વમાં યોજાયેલી હાઈ-વોલ્ટેજ બેઠક બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને સીધું અલ્ટીમેટમ આપી દેવાયું છે. ફેસબુકે પોતે સ્વીકાર્યું હતું કે અડધી રાત્રે ૧૨:૩૦ થી સવારે ૫ વાગ્યા સુધી વડાપ્રધાનનો વીડિયો પ્લેટફોર્મ પરથી બ્લોક કરી દેવાયો હતો. આ ગંભીર ભૂલ બદલ માર્ક ઝુકરબર્ગે રૂબરૂમાં અને વ્યક્તિગત રીતે ભારત દેશની માફી માંગવી પડશે, નહીંતર ફેસબુક સહિતના પ્લેટફોર્મ્સને તેના અંજામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
સરકારે ઝુકરબર્ગ અને તેમની કંપનીને ખુલાસો કરવા તથા માફી માંગવા માટે માત્ર ૩ દિવસની આખરી મોહલત આપી છે. જો મેટા આ સમયગાળામાં સંતોષકારક જવાબ નહીં આપે તો આઈટી એક્ટની કલમ ૭૯ હેઠળ મળતી સેફ હાર્બર(Safe Harbor) સુરક્ષા રદ કરી દેવામાં આવશે. સેફ હાર્બર એક એવું કાનૂની છત્ર છે જે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા પોસ્ટ કરાતા કન્ટેન્ટની કાનૂની જવાબદારીમાંથી બચાવે છે. જો આ સુરક્ષા છીનવાઈ જશે, તો ફેસબુક અને મેટાના ઉચ્ચ અધિકારીઓ સામે સીધી ફોજદારી ફરિયાદો નોંધાશે અને ભારતમાં તેમની સામે જેલ જવાનો રસ્તો ખુલી જશે. તેલંગાણા પોલીસે તો ગુગલ અને મેટા સામે એફઆઈઆર નોંધીને આ દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
આ વિવાદ માત્ર પીએમ મોદીના વીડિયો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ કેન્દ્ર સરકારે ડિજિટલ સ્પેસને સાફ કરવાનો મોટો ધડાકો કરી દીધો છે. સરકારે ગૂગલ, યુટયુબ, એક્સ (X), ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને તોપચેટ જેવા તમામ ગ્લોબલ પ્લેટફોર્મ્સને ચેતવણી આપી છે કે આગામી ૩ દિવસની અંદર ચાઇલ્ડ સૈક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSEAM) અને મહિલાઓની આપત્તિજનક સામગ્રીને તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવે. ટેક કંપનીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં તે માટે ભારત સરકાર હવે સંપૂર્ણ મક્કમ મૂડમાં છે. ઝુકરબર્ગ પાસે હવે માત્ર ૭૨ કલાક બચ્યા છે; તેઓ નમતું જોખીને માફી માંગે છે કે પછી ભારત સરકાર ડિજિટલ ઈતિહાસનું સૌથી કડક પગલું ભરે છે તેના પર આખા વિશ્વની નજર મંડાયેલી છે.(
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
