News of Friday, 12th June 2026
દરરોજ સત્સંગ કરજો, ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખજોઃ પૂ.રમેશભાઈ ઓઝા
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પૂ.ભાઈશ્રીના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો વિરામઃ શ્રીમદ ભાગવત સપ્તાહ અને મંદિરના પાટોત્સવમાં સહયોગ બદલ રાજીપો વ્યક્ત કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૨: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો વિરામ થયો છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને મંદિરના પાટોત્સવમાં સહયોગ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પ્રખર કથાકાર પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વિદેશમાં વસતા ભારતીયો દ્વારા સનાતન ધર્મના પ્રચાર-પ્રસારની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે વસુધૈવ કુટુંબકંની ભાવનાથી સૌ સાથે મળીને વિદેશની ધરતી પર પણ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તે ખૂબ જ આવકારદાયક વાત છે.
પૂ. ભાઈશ્રીએ કહ્યું, વિદેશની ધરતી ઉપર પણ ભારત યાદ આવે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જેવા કાર્યક્રમોમાં સૌ સહયોગ આપે તે પણ ખૂબ જ આવકારદાયક બાબત છે.
મંદિરના પાટોત્સવ દરમિયાન અન્ય ધાર્મિક સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો તેનો ઉલ્લેખ કરતા તેમણે પ્રશ્ન કર્યો, સનાતન ધર્મથી બીજી કઈ મોટી વાત કહી શકાય?
વિદેશમાં વસતા સનાતની ભાઈ-બહેનોને સંદેશ આપતા પૂ. ભાઈશ્રીએ જણાવ્યું, વિદેશની ધરતી ઉપર સંસ્કાર, સત્સંગ, ધર્મ ભક્તિ જાળવી રાખજો. દરરોજ સત્સંગ કરજો, ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખજો, ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. અંતમાં તેમણે કહ્યું કે, સનાતન ?ત્યે આપણી સૌની અનન્ય શ્રદ્ધા વધે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ.
ઓકલેન્ડ ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય ઉપસ્થિત રહ્યો હતો
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
