News of Sunday, 7th June 2026
એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરા પર તેના ઘરે કર્યો જીવલેણ હુમલોઃ કુહાડીના ઘા મારી સગીરાને ગળે ફાંસો બાંધી છત પરથી લટકાવી
મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લાની ઘટનાઃ સગીરા સારવાર હેઠળઃ ફરાર યુવક અને તેના પિતાની ધરપકડ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે 17 વર્ષની સગીરાના ઘરે ઘૂસીને તેના પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હુમલા બાદ યુવતાના ગળામાં દોરડું બાંધીને તેને છત પરથી લટકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાઈ ગયો છે. ગંભીર રીતે ઘાયલ થયેલી સગીરા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, ઘટના શુક્રવારે સવારે બની હતી. સગીરાના માતા-પિતા કોઈ કામસર બહાર ગયા હોવાથી તે ઘરમાં એકલી હતી. આ દરમિયાન ધર્મેન્દ્ર પરિહાર નામનો યુવક હાથમાં કુહાડી લઈને તેના ઘરે પહોંચી ગયો હતો. આરોપ છે કે ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે સગીરા પર હુમલો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયેલી યુવતીએ પોતાનો જીવ બચાવવા માટે ઘરની છત પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી તેનો પીછો કરતાં ત્યાં પણ પહોંચી ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓ અને પરિવારજનોના જણાવ્યા મુજબ, આરોપીએ સગીરાને છત પર પકડી લીધી હતી અને તેના પર વધુ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના ગળામાં દોરડું બાંધી તેને છત પરથી લટકાવી દીધી હતી. થોડા સમય સુધી યુવતી ફાંસીની હાલતમાં લટકતી રહી હતી. આરોપીએ ત્યારબાદ યુવતીને ઊંચાઈ પરથી નીચે ફેંકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
