News of Monday, 13th April 2026
જ્યાં સુધી ભારત પોતાની ઓળખ બનાવી રાખશે, ત્યાં સુધી દુનિયામાં સંતુલન બનેલું રહેશે:.RSS પ્રમુખ મોહન ભાગવત
નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે કહ્યુ છે કે ભારતની શક્તિ તેની આધ્યાત્મિક પરંપરા છે. તેમણે કહ્યુ છેકે સંતો અને મહાત્માઓની શક્તિ દેશને સ્થિર રાખે છે ભારતની અમરતાનું રહસ્ય તેના આધ્યાત્મિક મૂલ્યો અને સંતો દ્વારા બતાવાયેલા માર્ગમાં છે

નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે કહ્યુ છે કે ભારતની શક્તિ તેની આધ્યાત્મિક પરંપરા છે. તેમણે કહ્યુ છેકે સંતો અને મહાત્માઓની શક્તિ દેશને સ્થિર રાખે છે. જ્યાં સધી ભારત પોતાની ઓળખ બનાવી રાખશે, ત્યાં સુધી દુનિયામાં સંતુલન બનેલું રહેશે. આ નિવેદન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે મહત્ત્વનું માનવામાં આવે છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વૈશ્વિક સ્થિતિ અને ભારતની ભૂમિકા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વમાં ચાલી રહેલા જુદાજુદા યુદ્ધો અને તણાવની વચ્ચે ભારતની વિશેષતા અને તેની સ્થાયી શક્તિ પર ભાર મૂક્યો છે.
સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે ભારતની અમરતાનું રહસ્ય તેના આધ્યાત્મિક મૂલ્યોમાં છૂપાયેલું છે. તેમણે કહ્યુ છે કે જે લોકોએ પોતાના જીવનમાં આધ્યાત્મને પ્રત્યક્ષપણે અપનાવ્યું છે, તે પોતાની વાણીથી સમાજને યોગ્ય દિશા દેખાડે છે અને સમસ્યાઓમાંથી કાઢવાનો માર્ગ બતાવે છે.
નાગપુરમાં કરેલા સંબોધનમાં મોહન ભાગવતે કહ્યુ કે ભારતને ભારત બનાવી રાખવાનું કામ સંતો અને મહાત્માઓની શક્તિથી થાય છે. આ શક્તિ દેશને સ્થિર અને મજબૂત બનાવી રાખે છે. તેમણે કહ્યુ હતુ કે જ્યાં સુધી ભારત પોતાની મૂળ ઓળખ અને સંસ્કૃતિને બનાવી રાખશે, ત્યાં સુધી વિશ્વમાં સંતુલન અને શાંતિ બનેલી રહેશે.
નાગપુરમાં આપવામાં આવેલા આ નિવેદનને વૈશ્વિક પરિસ્થિતિઓના સંદર્ભે મહત્ત્વનું માનવામાં આવે છે. તેમણે એ પણ સંકેત આપ્યો છે કે ભારતની ભૂમિકા માત્ર પોતાના સુધી મર્યાદીત નથી. પરંતુ તેનો પ્રભાવ આખા વિશ્વ પર પડે છે.
મોહન ભાગવતે કહ્યુ છે કે ભારતની શક્તિ માત્ર ભૌતિક નથી, પરંતુ આધ્યાત્મિક પણ છે અને તે તેને દુનિયામાં અલગ સ્થાન આપે છે. તેમના આ નિવેદને ભારતની વૈશ્વિક ભૂમિકા પર એક નવી ચર્ચા જન્માવી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
