<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સાત વર્ષ પછી આખરે ઈરાનથી ૨૦ લાખ બેરલ તેલ લઈને પહેલું જહાજ પહોંચ્‍યું ભારત

અમેરિકાએ ૨૦ માર્ચે ઈરાન પર તેલ વેચવા પર મૂકેલી પાબંદી હટાવી હતી

મુંબઈ,તા.૧૧: મિડલ ઈસ્‍ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયા આખી તેલથી ટળવળી રહી છે. આ સંકટના સમયે અમેરિકાએ ૨૦ માર્ચે ઈરાન પર તેલ વેચવા પર મૂકેલી પાબંદી હટાવી હતી. અમેરિકાએ ૨૦ માર્ચ પહેલાં જ જહાજોમાં લોડ થઈ ગયેલા ઈરાની ક્રૂડ ઑઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્‍ટ્‍સના વેચાણ, ડિલિવરી અને ઑફ-લોડિગની છૂટ આપી હતી. આ બેન હટતાં જ ઈરાને તરત જ ભારત માટે ૨૦ લાખ બેરલ ઑઇલની ખેપ રવાના કરી દીધી હતી. જયા નામનું આ જહાજ હવે ભારતના ઈસ્‍ટર્ન કિનારે આવી પહોંચ્‍યું છે. અમેરિકાએ મૂકેલા ૭ વર્ષના પ્રતિબંધ પછી ઈરાનનું તેલ પહેલી વાર ભારત આવ્‍યું છે. આ વાતની પુષ્ટિ સૌથી પહેલાં ઈરાન ન્‍યુઝ ૨૪ ચેનલે શુક્રવારે સાંજે કરી હતી. ટેન્‍કરટ્રેકર્સ ડેટા અનુસાર ઈરાને મોકલેલું જયા ઓડિશાના દરિયાકિનારે લાંગરવામાં આવ્‍યું છે. 

(10:01 AM IST)