News of Friday, 10th April 2026
અમેરિકન સત્તાના કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસના વિશાળ આંગણામાં યોજવામાં આવશે માર્શલ આર્ટ્સ ઇવેન્ટ 'યુએફસી ફ્રીડમ ફાઇટ્સ ૨૫૦': ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર "અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશીપના પ્રમુખ" ડાના વ્હાઇટ સાથેની તસવીર શેર કરીને ૧૫ જૂન ૨૦૨૬ માટે કરી મોટી જાહેરાત

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર યુએફસીના પ્રમુખ ડાના વ્હાઇટ સાથેની એક ખાસ તસવીર શેર કરીને વ્હાઇટ હાઉસના આંગણામાં યોજાનારી આગામી માર્શલ આર્ટ્સ ઇવેન્ટની પ્રમોશનલ જાહેરાત કરી છે.
રમતગમત અને રાજકારણના એક અનોખા સંગમમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. ટ્રમ્પે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશીપના પ્રમુખ ડાના વ્હાઇટ સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર આગામી સમયમાં યોજાનારી 'યુએફસી ફ્રીડમ ફાઇટ્સ ૨૫૦' ના પ્રમોશન માટે શેર કરવામાં આવી છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ફાઇટ ઇવેન્ટ ૧૫ જૂન, ૨૦૨૬ ના રોજ સીધી અમેરિકન સત્તાના કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસના વિશાળ આંગણામાં યોજવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં પાછળના ભાગે વ્હાઇટ હાઉસ અને વીજળીના કડાકા સાથેનું નાટકીય દ્રશ્ય જોવા મળે છે, જે આ મેગા ઇવેન્ટ પ્રત્યે દુનિયાભરના રમતગમત પ્રેમીઓ અને નાગરિકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
