તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
રશિયાનો માસ્ટરસ્ટ્રોકઃ ભારતને ૪૦% સસ્તો ગેસ આપવાનું એલાન
ભારતીય રોકાણકારોમાં ભારે ઉત્સાહઃ પેટ્રોનેટ LNG જેવા શેરોમાં શાનદાર રિકવરી

નવી દિલ્હી, તા.૯: રશિયાએ વૈશ્વિક ઉર્જા બજારમાં મોટો ધડાકો કરતા ભારત સહિત એશિયન દેશોને લિક્વિફાઇડ નેચરલ ગેસ પર ૪૦% સુધીના જંગી ડિસ્કાઉન્ટની ઓફર કરી છે, જેના પગલે ભારતીય શેરબજારમાં ખાસ કરીને પેટ્રોનેટ ન્ફઞ્ના શેરમાં ભારે વોલેટિલિટી બાદ આ?ર્યજનક તેજી જોવા મળી છે.
વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે રશિયાએ એશિયન બજાર પર પોતાનો કબજો જમાવવા માટે આ ડિસ્કાઉન્ટ કાર્ડ ખેલ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ભારતીય શેરબજારમાં સવારના સત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. પેટ્રોનેટ ન્ફઞ્નો શેર જે શરૂઆતમાં ગગડીને રૂ.૨૬૨.૫૦ સુધી પહોંચી ગયો હતો, તેમાં રોકાણકારોએ નીચલા સ્તરેથી આક્રમક ખરીદી શરૂ કરી હતી. બજારના નિષ્ણાતો માને છે કે સસ્તો ગેસ મળવાથી કંપનીઓના ઇનપુટ કોસ્ટમાં મોટો ઘટાડો થશે, જે લાંબા ગાળે પ્રોફિટ માર્જિન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ જાહેરાત માત્ર વ્યાપારી સોદો નથી પરંતુ વ્યૂહાત્મક મોરચે પણ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. મોંઘા ઉર્જા બિલથી ઝઝૂમતા ભારતીય ઉદ્યોગો માટે ૪૦% સસ્તો ગેસ આશીર્વાદ સમાન છે. જોકે, છેલ્લા એક વર્ષમાં પેટ્રોનેટના શેરમાં ૬% નો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ રશિયાની આ નવી ઓફરે રોકાણકારોમાં ફરી એકવાર આશાનો સંચાર કર્યો છે. આગામી દિવસોમાં જો આ સપ્લાય ચેઇન સ્થિર થાય છે, તો ભારતની ઉર્જા સુરક્ષા અને શેરબજારના એનર્જી પોર્ટફોલિયોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
રશિયાની આ ઓફર એશિયામાં તેની પકડ મજબૂત કરવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ હોવાનું જણાય છે. આનાથી અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોના ગેસ સપ્લાય વર્ચસ્વ સામે સીધો પડકાર ઊભો થયો છે. ભારતીય બજાર હાલમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે, પરંતુ સવારના ગભરાટ બાદ જે રીતે શેરે રૂ.૨૭૦ ની સપાટી ફરી સર કરી છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે સ્માર્ટ રોકાણકારો આ ડિસ્કાઉન્ટને ભવિષ્યના નફા તરીકે જોઈ રહ્યા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
